Top- 5 Stocks to Buy: શેર બજારમાં ગુરૂવારે જોરદાર તેજી જોવા મળી હતી. બજારના મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. તેજીની સ્થિતિમાં કમાણીની તક પણ બની રહી છે. તે માટે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસ ન એ 5 શેરને ખરીદી માટે પસંદ કર્યાં છે. આ સ્ટોકમાં Star Health,  Cyient DLM, Ultratech, ICICI Bank અને Trent સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) Star Health
Star Health ના સ્ટોક પર MOFSL એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 730 રૂપિયા પ્રતિ શેર છે. 2 મે  2024ના શેરનો ભાવ 562.95 રૂપિયા પર બંધ થયો છે. આ ભાવથી 28 ટકા રિટર્ન મળી શકે છે.


2) Cyient DLM
Cyient DLM  ના સ્ટોક પર MOFSL એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 840 રૂપિયા પ્રતિ શેર છે. 2 મેએ શેર 688 રૂપિયા પર બંધ થયો છે. આ ભાવથી 21 ટકા સુધી રિટર્ન મળી શકે છે.


આ પણ વાંચોઃ પૈસા રાખો તૈયાર, 8 મેએ ખુલશે આધાર હાઉસિંગનો IPO,ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ, જાણો GMP


3) Ultratech 
Ultratech સ્ટોક પર MOFSL એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 11500 રૂપિયા પ્રતિ શેર છે. 2 મેએ શેર 9981 રૂપિા પર બંધ થયું છે. તેમાં 15 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 


4) ICICI Bank
ICICI Bank સ્ટોક પર  MOFSL એ ખરીદીની સલાહ આપી છે. 2 મેએ શેરનો ભાવ 1139.50 રૂપિયા છે. આ ભાવથી 13 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 


5) Trent
Trent સ્ટોક પર  MOFSL એ ખરીદીની સલાહ આપી છે. 2 મેએ આ શેર  4645 રૂપિયા પર બંધ થયો છે. બ્રોકરેજે તેનો ટાર્ગેટ 4870 રૂપિયા આપ્યો છે. એટલે કે 10 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 


ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકનો વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)