નવી દિલ્હીઃ શેરબજારમાં કોઈ કંપનીમાં રોકાણ કરતા પહેલા તે કંપની વિશે સારી માહિતી હોવી જરૂરી છે.  જેથી સંભવિત નફા-નુકસાનનું પણ ધ્યાન રાખી શકાય. દરેક વ્યક્તિ રોકાણ કરવાના ઇરાદાથી શેરબજારમાં આવે છે અને નફો મેળવવા માંગે છે. જો કે, ઘણી વખત રોકાણકારો મૂંઝવણ અનુભવે છે કે કયા શેર ખરીદવો. શેર બજારમાં કયો શેર ક્યારે ખરાદનો એની સમજ જરૂરી છે. શેરબજારમાં કયા શેરમાં રોકાણ કરવું, તે પણ ચાર્ટ પેટર્ન, ફંડામેન્ટલ્સ, બેલેન્સ શીટ વગેરેને ધ્યાનમાં રાખીને કરી શકાય છે. હાલમાં, શેરબજારમાં આવી ઘણી કંપનીઓના શેર છે જેમાં વર્ષ 2022ના બાકીના મહિનામાં લાંબા ગાળા અથવા મધ્યમ ગાળા માટે રોકાણ કરી શકાય છે.
 
આ શેર ખરીદી શકો છો-
અહીં અમે તમને એવા શેર જણાવીશું જે શેર 52-સપ્તાહના ઉચ્ચ સ્તરેથી નીચે આવ્યા છે અને જેમાં વૃદ્ધિની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. BRITANNIAના શેર ખરીદવા જોઈએ. 52 સપ્તાહની ઊંચી  કિંમત 4153 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી  કિંમત 3050 છે. હાલમાં આ શેર 3600 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GLAXO ની 52-અઠવાડિયાની ઊંચી કિંમત 1918.75 રૂપિયા છે અને તેની 52-અઠવાડિયાની નીચી કિંમત રૂપિયા 1372.05 છે. હાલમાં આ શેર 1416 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. કોલગેટ પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડ એટલે કે COLPALના શેરની પણ ખૂબ માંગ છે. તેની 52-સપ્તાહની ઊંચી કિંમત 1751.80 રૂપિયા છે અને તેની 52-અઠવાડિયાની નીચી કિંમત 1375.60 છે. હાલમાં આ સ્ટૉક 1635 પર ટ્રેડ થઈ રહ્યો છે.


મળશે સારુ વળતર-
એમજીએલના શેર પણ લઈ શકાય છે. MGLનો 52-સપ્તાહનો હાઈ રેટ રૂ. 1206.30 છે અને તેનો 52-સપ્તાહનો નીચો રૂ. 665.80 છે. MGL 870 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. VGUARDનો સ્ટોક પણ સતત ઊંચાઈ બતાવી રહ્યો છે. VGUARD રૂ. 274.80ની 52 સપ્તાહની ઊંચી અને રૂ. 181ની 52 સપ્તાહની નીચી સપાટી ધરાવે છે. હાલમાં આ શેર રૂ. 244ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
 (નોંધ: કોઈ પણ પ્રકારનું ઈન્વેસ્ટ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક કોઈ પણ પ્રકારવા ઈન્વેસ્ટ માટેની સલાહ આપતું નથી.)