નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીની 'ચાય પે ચર્ચા' એવો વિષય છે, જે 2014 પછી સૌથી વધુ હાઇલાઇટમાં રહ્યો. દેશનો કદાચ જ કોઇ નાગરિક હશે જે પીએમ મોદી સાથે ચા પીવાની તક છોડી દે. હવે આ તક સરકાર તમને આપવા જઇ રહી છે. હવે સામાન્ય વ્યક્તિ પણ પીએમ મોદી સાથે ચા પી શકશે. મોદી સરકારે તેના માટે એક યોજના તૈયાર કરી છે. મોદી સરકારની આ યોજના ઇનકમ ટેક્સ ચૂકવનારને પ્રોત્સાહિત કરવા માટે છે. જોકે યોજનાને ફાઇનલ ટચ આપવાનો બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સ કલેક્શન વધારવાનો ટાર્ગેટ
મોદી સરકાર ઇનકમ ટેક્સ આપનારને પ્રોત્સાહન આપવા માંગે છે. આ યોજના હેઠળ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર લોકોને પ્રધાનમંત્રી મોદી અથવા નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે ચા પીવાની તક મળશે. પીએમઓ સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી બિઝનેસને નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે સરકારે આ યોજનાથી ઇનકમ ટેક્સ કલેક્શન વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે.  

મોદી સરકાર માટે સારા સમાચાર, ડોલર સામે રૂપિયો મજબૂત, ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા


બજેટમાં થઇ શકે છે જાહેરાત
યોજના સાથે જોડાયેલી જાણકારી રાખનાર વ્યક્તિએ જણાવ્યું કે સરકાર ટેક્સ સિસ્ટમને વધુ પ્રગતિશીલ બનાવવા માંગે છે. હાલના સમયમાં જે પણ સૌથી વધુ ટેક્સ ચૂકવે છે, તેમને સરકાર દ્વારા એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો યોજનાની જાહેરાત જુલાઇમાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવી શકે છે. 


ચા પર બોલાવવાની યોજના એકદમ નવી
ટેક્સપેયર્સને ચા માટે આમંત્રિત કરવાની યોજના એકદમ નવી છે. જોકે સરકાર પહેલાંથી જ ઘણી નોન-મોનેટરી ઇંસેટિવ આપે છે, પરંતુ પીએમની સાથે ચાય પે ચર્ચાની તક મળતાં ટેક્સપેયર્સ વધુ ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત થશે.

Vodafone એ લોન્ચ કર્યો 229નો ધમાકેદાર પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા અને આ સુવિધાઓ


વધી શકે છે ટેક્સ કલેક્શન
એવું માનવામાં આવી રહ્યું છે કે હવે સાથે ચા પીવાની સ્કીમથી નિશ્વિતપણે સરકારના ટેક્સ કલેક્શનમાં વધારો થશે. અત્યાર સુધી ટેક્સ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર લોકોને એપ્રિસિએશન સર્ટિફિકેટ આપે છે.  


ઓછા ટેક્સ કલેક્શનથી મળ્યો આઇડિયા
તમને જણાવી દઇએ કે 31 માર્ચના રોજ પુરૂ થનાર નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના રિવાઇઝ્ડ ટાર્ગેટથી પણ ઓછો રહ્યો છે. સરકારે 12 લાખ કરોડ રૂપિયા ટેક્સ કલેક્શન કર્યું હતું. 

માહિતી અને પ્રસારણ મંત્રીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં 5G થશે ઇન્ડીયા


ખેડૂતોને પહોચાડશે ફાયદો
સરકાર પોતાના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિ જેવી વેલફેર સ્કીમને વધારવા માંગે છે. તેનાથી આ નાણાકીય વર્સઃઅમાં 12 હજાર કરોડનો વધારાનો બોજો પડશે. વચગાળાના બજેટમાં સરકારે આ યોજના માટે 75 હજાર કરોડનું બજેટ નક્કી કર્યું હતું.