અમદાવાદ સ્થિત આ ગુજરાતી કંપનીના શેર પર તૂટી પડ્યા છે રોકાણકારો, જાણો શું છે કારણ અને વધુ વિગતો
Share Market News: નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ પાવર સેક્ટરની કંપનીના શેરો પર રોકાણકારો જાણે તૂટી પડ્યા છે. ટ્રેડિંગ દરમિયાન આ શેર ઉછળીને 2672 રૂપિયાના સ્તરે પહોંચી ગયો.
Stock Market News: નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે એટલે કે 1 એપ્રિલના રોજ પાવર સેક્ટરની કંપની ટોરેન્ટ પાવરના શેરો પર રોકાણકારો જાણે તૂટી પડ્યા છે. ટ્રેડિંગ દરમિયાન આ શેર ઉછળીને 2672 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ શેરમાં તેજીનું કારણ કંપનીને મળેલો એક ઓર્ડર છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
ઓર્ડરની માહિતી
વાત જાણે એમ છે કે ટોરેન્ટ પાવરને તેની વિતરણ શાખાથી 150 મેગાવોટ વિન્ડ સોલર હાઈબ્રિડ પ્રોજેક્ટ મળ્યો છે. હાલમાં સ્ટોક એક્સેન્જને કંપનીએ કહ્યું કે ગ્રીનશુ વિકલ્પ હેળથ 150 મેગાવોટ (આરઈ પાવર) ગ્રિડ કનેક્ટેડ વિન્ડ સોલર હાઈબ્રિડ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે ટોરેન્ટ પાવર લિમિટેડ-વિતરણ શાખા તરફથી ઓર્ડર લેટર મળ્યો છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 1825 કરોડ રૂપિયા છે અને તેને વીજળી ખરીદી સંધિ (પીપીએ)થી 24 મહિનાની અંદર ચાલુ કરવામાં આવશે.
25 વર્ષનો કોન્ટ્રાક્ટ
કોન્ટ્રાક્ટનો સમયગાળો પ્રોજેક્ટના ચાલુ થયાથી 25 વર્ષ રહેશે. વિન્ડ અને સોલરની રેટેડ પાવર કેપેસિટી 2:1 ના રેશ્યોમાં હશે. અત્રે જણાવવાનું કે 16 માર્ચના રોજ ટોરેન્ટ પાવરને 3650 કરોડ રૂપિયાના 300 મેગાવોટ ગ્રિડકનેક્ટેડ વિન્ડ સોલર હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ માટે ટોરેન્ટ પાવર લિમિટેડ-ડિસ્ટ્રીબ્યુશન યુનિટથી એલઓએ પ્રાપ્ત થયો હતો.
કંપની વિશે
અમદાવાદ સ્થિત ટોરેન્ટ પાવર 37600 કરોડના વાર્ષિક રાજસ્વવાળી ટોરેન્ટ ગ્રુપની 25694 કરોડ રૂપિયા ઈન્ટીગ્રેટેડ પાવર યુટિલિટીવાળી પ્રમુખ કંપની છે. ટોરેન્ટ પાવર દેશમાં વીજળી ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે અને વીજળી ઉત્પાદન ટ્રાન્સમિશન તથા વિતરણ સાથે જોડાયેલી છે.
શેર પર એક્સપર્ટનો મત
આ શેર 12 મહિનામાં 180 ટકાથી વધુ ચડી ગયો છે. બ્લુમબર્ગના આંકડા મુજબ કંપની પર નજર રાખી રહેલા 11 વિશ્લેષકોમાંથી 3 લોકોએ ખરીદવાનું રેટિંગ જાળવી રાખ્યું છે. જ્યારે બે લોકોએ હોલ્ડ કરવાની સલાહ આપી છે અને 6 લોકોએ વેચવાની સલાહ આપી છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Zee 24 Kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HMuWPQ6Glo7BF9PbHMHDrca