લદાખ ફરવાની ઈચ્છા હોય તો આ રહ્યું સૌથી સસ્તું ટૂર પેકેજ! પ્લેન ટિકિટ સાથે મળશે આ ખાસ સુવિધાઓ
IRCTC આ પેકેજ દ્વારા લદાખના સૌથી એફોર્ડેબલ અને સૌથી વધારે આકર્ષક સ્થળોને કવર કરી રહ્યું છે. આ પેકેજના માધ્યમથી તમને લેહ, શામ ઘાટી, કારગિલ, દ્રાસ, બટાલિક, નુબ્રા અને પેંગોંગ ફેરવવામાં આવશે.
નવી દિલ્લી: IRCTC આ પેકેજ દ્વારા લદાખના સૌથી એફોર્ડેબલ અને સૌથી વધારે આકર્ષક સ્થળોને કવર કરી રહ્યું છે. આ પેકેજના માધ્યમથી તમને લેહ, શામ ઘાટી, કારગિલ, દ્રાસ, બટાલિક, નુબ્રા અને પેંગોંગ ફેરવવામાં આવશે. IRCTC એટલે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન આઝાદીનો અમૃત અને દેખો અપના દેશ અંતર્ગત લદાખની યાત્રા કરાવી રહ્યું છે. IRCTCએ આ પેકેજનું નામ ''Lively Leh Ladakh with Kargil Ex Kochi'' રાખ્યું છે. આ પેકેજ 7 રાત અને 8 દિવસનું છે. જેની શરૂઆત 13 જુલાઈ અને 4 ઓગસ્ટથી થઈ રહી છે.
પેકેજ ક્લાસ - કમ્ફર્ટ
કેટેગરી રૂપિયા
એડલ્ટ ઓન સિંગલ ઓક્યુપન્સી 70,800
એડલ્ટ ઓન ડબલ ઓક્યુપન્સી 58,300
એડલ્ટ ઓન ટ્રિપલ ઓક્યુપન્સી 53,500
ચાઈલ્ડ વિથ બેડ (5થી 11 વર્ષ) 43,900
ચાઈલ્ડ વિથ આઉટ બેડ (5થી 11 વર્ષ) 37,200
ચાઈલ્ડ વિથાઉટ બેડ (2થી 4 વર્ષ) 37,200
પેકેજમાં શું-શું છે:
IRCTC આ પેકેજ દ્વારા લદાખના સૌથી એફોર્ડેબલ અને સૌથી વધારે આકર્ષક સ્થળોને કવર કરી રહ્યું છે. આ પેકેજના માધ્યમથી તમને લેહ, શામ ઘાટી, કારગિલ, દ્રાસ, બટાલિક, નુબ્રા અને પેંગોંગ ફેરવવામાં આવશે. આ એક હવાઈ પેકેજ છે. પેકેજની શરૂઆત 13 જુલાઈ અને 4 ઓગસ્ટથી કોચિથી થશે અને 20 જુલાઈ અને 11 ઓગસ્ટે દિલ્લીમાં પૂરું થશે.
પેકેજની વિગત જાણી લો:
પેકેજનું નામ - Lively Leh Ladakh with Kargil Ex Kochi
ટ્રાવેલિંગ મોડ - હવાઈ
કેટલા દિવસ માટે - 7 રાત અને 8 દિવસ
તારીખ - 13 જુલાઈ અને 4 ઓગસ્ટ
મીલ પ્લાન - બ્રેકફાસ્ટ અને ડિનર
ક્યાંથી - કોચિ
આ રીતે કરાઓ બુકિંગ:
તમને જણાવી દઈએ કે બુકિંગ કરાવવા માટે તમારે IRCTCની ઓફિશિયલ વેબસાઈટ irctctourism.com પર તમારે ક્લિક કરવું પડશે. તે સિવાય તમે રિજનલ ઓફિસમાં જઈને પણ બુકિંગ કરી શકો છો. બુકિંગ કરાવતા સમયે તમારે પેમેન્ટ કરાવવાની સાથે સાથે બધી ડિટેઈલ્સ પણ ભરવાની રહેશે. વધારે જાણકારી માટે 8287931962, 8287931935, 8287931117, 8287931114, 8287932064 અને 8287932908 પર કોલ કરી શકો છો.