નવી દિલ્હી : અગ્રણી વાહન નિર્માતા કંપની ટોયોટા મોટર્સ (Toyota Motors) 6 જૂને દેશમાં પોતાની નવી કાર Glanzaને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહીછે. હાલમાં Glanzaની પહેલી તસવીર ઇન્ટરનેટ પર આવી છે અને કંપની લોન્ચ માટે તૈયાર છે. કાર લોન્ચિંગની જાહેરાત સાથે કંપનીએ એક ટીઝર વીડિયો પણ લોન્ચ કર્યો છે. આ વીડિયોમાં Glanzaનો ફેસ દેખાય છે. આ મોડલનો લુક અને ઇન્ટિરિયર મારુતિ સુઝુકીની BALENOને મળતું આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટોયોટાની નવી કાર માત્ર એક એન્જિન ઓપ્શન પર ચાલશે. GLANZAમાં BS-6 1.2 લીટર ડ્યુઅલ જેટ ડ્યુઅલ વીવીટી પેટ્રોલ એન્જિન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેટ એરવેઝ મામલે SBIએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે...


ટોયોટા Glanzaનું આ એન્જિન 84PS અને 115Nm પાવર જનરેટ કરે છે. આમાં 5 સ્પિડ મેન્યુઅલ અને સીવીટી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે. ટોયોટા Glanza માત્ર બે વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ હશે. કારનું ટોપ વેરિઅન્ટ v મારુતિ બલેનોના આલ્ફા વેરિઅન્ટ જેવું છે જ્યારે બીજું વેરિઅન્ટ મારુતિ સુઝુકીના જેટા વેરિઅન્ટ જેવું છે. માનવામાં આવે છે કે ટોયોટા પોતાની નવી કાર ગ્લાંઝામાં સારું વોરંટી પેકેજ અને સર્વિસ આપશે. આ કારની કિંમત વિશે વધારે જાણકારી મળી નથી. 


ગ્લાંઝામાં ટોયોટા તરફથી સૌથી સ્ટાન્ડર્ડ વોરંટી 1 લાખ કિલોમીટર/ ત્રણ વર્ષ આપી શકાય છે. મારુતિની બલેનો 40 હજાર કિલોમીટર/ 2 વર્ષની વોરંટી સાથે આવે છે. જોકે માનવામાં આવે છે કે ટોયોટાની કારની કિંમત મારુતિ કરતા થોડી વધારે હશે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક....