નવી દિલ્હી: જાપાનની વાહન નિર્માતા કંપની ટોયોટો (Toyoto) ની ભારતીય એકમ ટોયોટો કિર્લોસ્કર મોટર ઇન્ડિયા 1 જાન્યુઆરી 2019થી પોતાના વાહનોની કિંમતોમાં ચાર ટકાનો વધારો કરશે. કંપની દ્વારા મંગળવારે કહ્યું હતું કે રૂપિયામાં ઘટાડાથી તેની મેન્યુફેંક્ચરીંગ કોસ્ટ વધી રહી છે, આ કારણ કંપનીએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ટોયોટા દ્વારા કહેવામાં આવ્યું છે કે વધતી જતી પડતરના સતત દબાણનું નિયમિત આકલન કર્યા બાદ તે કિંમતમાં વધારો કરવાનું વિચારી રહી છે. કંપનીએ કહ્યું કે ''રૂપિયામાં ઘટાડાના કારણે તેની પડતર પર ખૂબ અસર પડી રહી છે.''  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારા ખર્ચના વધી રહી છે કિંમત
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ટોયોટા લાંબા સમયથી વધારાના ખર્ચને ઉઠાવી રહી હતી, જેથી ગ્રાહકોને કિંમતમાં વધારાથી બચાવી શકાય. કંપનીએ કહ્યું 'ઉચ્ચ પડતરનું દબાણ સતત બની રહેતા અમે તેનો થોડો બોજો ગ્રાહકો પર નાખી રહ્યા છીએ. ટોયોટા 1 જાન્યુઆરીથી બધા મોડલોની કિંમત 4 ટકા સુધી વધારવા પર વિચાર કરી રહી છે.

PM મોદી ઇચ્છે તો અઢી લાખ લોકોને મળી શકે છે અહીં નોકરી, ઝડપથી વિકસી રહ્યો છે આ ઉદ્યોગ


એંટ્રી લેવર કારની કિંમત 5.25 લાખ
કંપની હજુ દેશમાં હેચબેક લીવાથી એસયૂવી લેંડ ક્રૂઝર જેવા ઘણા વાહન મોડલનું વેચાણ કરે છે. તેની કિંમત 5.25 લાખ રૂપિયાથી 1.41 કરોડ રૂપિયા વચ્ચે છે. આ મુજબ કારોની કિંમતમાં લગભગ 22 હજાર રૂપિયાથી માંડીને 5 લાખ રૂપિયા સુધી વધારો થઇ શકે છે. આ પહેલાં મહિંદ્વાએ ગત દિવસોમાં લોંચ કરવામાં આવેલી એમપીવી મરાઝોની કિંમતમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે.

જો તમારું SBI માં ખાતું હોય તો એલર્ટ થઇ જજો, 1 ડિસેમ્બરથી બંધ થઇ જશે 4 જરૂરી સર્વિસ


મહિંદ્વા દ્વારા કહેવામાં આવ્યું છે કે એમપીવી મરાજોની કિંમતમાં 1 જાન્યુઆરી 2019થી 30 થી 40 હજાર રૂપિયા વધી જશે. મરાજોને કંપની આ વર્ષે સપ્ટેમ્બરમાં લોંચ કરવામાં આવશે. તેની શરૂઆત 9.99 લાખ રૂપિયા છે. કારના ટોપ વેરિએન્ટની એક શો રૂમ કિંમત 13.90 લાખ રૂપિયા છે. એમપીવી મરાજો મહિંદ્વાની અત્યાર સુધી સૌથી મોટી પેંસેજર કાર છે. મેરાજોને કુલ ચાર વેરિએન્ટ M2, M4, M6 અને M8 ના નામે લોંચ કરવામાં આવી છે. M2 મેરાજોનું બેસ વેરિએન્ટ છે.