નવી દિલ્હી: સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યૂનિયનોએ દેશવ્યાપી હડતાળનું આહવાન કર્યું છે. દસ કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમના સહયોગી સંગઠનોની જાહેરાત અનુસાર હડતાળ પર જવાનો નિર્ણય બે ઓક્ટોબરના રોજ કામદારોના ઓનલાઇન રાષ્ટ્રીય સંમેલનમાં લેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યો કે 'સંમેલનામાં તમામ કામદારોને, ભલે તે યૂનિયન સાથે જોડાયેલા હોય કે નહી, સંગઠિત ક્ષેત્ર અથવા પછી અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, સરકારની જન વિરોધી, કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરૂદ્ધ સંયુક્ત સંધર્ષને તેજ કરવા 26 નવેમ્બરના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાળને સફળ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો
કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને સ્વતંત્ર મહાસંઘો/સંઘો દ્વારા સંયુક્ત રૂપથી ઓનલાઇન આયોજિત કામદારોના રાષ્ટ્રીય સંમેલન મહામારી વચ્ચે પહેલીવાર યોજાયું છે. ટ્રેડ યૂનિયનોએ આરોપ લગાવ્યો કે જ્યાં તમામ સંકેત એ જણાવી રહ્યા છે કે માંગમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો આવી રહ્યો છે, સરકાર બિઝનેસને સુગમતાના નામે પોતાની નીતિઓને આગળ વધારી રહી છે. તેનાથી નિર્ધનતા તથા સંકટ વધુ ગાઢ બની રહ્યું છે. 


26 નવેમ્બરના રોજ હડતાળનું આહવાન
સંમેલનમાં કામદારો સાથે સંયુક્તરૂપથી રાજ્ય/જિલ્લા/ઉદ્યોગ/ક્ષેત્ર સ્તર પર જ્યાં પણ સંભવ હોય, ભૌતિક રૂપથી અન્યથા ઓનલાઇન સંમેલન ઓક્ટોબરના અંત સુધી આયોજિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ શ્રમ સંહિતાઓના કામદારો પર પડનાર દુષ્પ્રભાવ વિશે વ્યાપક અભિયાન નવેમ્બરના મધ્ય સુધી ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ 26 નવેમ્બર 2020ના દિવસે હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. 


સંમેલનમાં સામેલ શ્રમિક સંગઠનોમાં ઇંટક (ઇન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ) એટક (ઓલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ), એચએમએસ (હિંદ મજદૂર સભા), સીટૂ (સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યૂનિયન), એઆઇયૂટીયૂસી (ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ટ્રેડ યૂનિયન સેન્ટર), ટીયૂસીસી (ટ્રેડ યૂનિયન કોર્ડિનેશન સેન્ટર), સેવા (સેલ્ફ એમ્પ્લાઇડ વુમેન્સ એસોસિએશન), એઆઇસીસીટીયૂ (ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યૂનિયન), એલપીએફ (લેબર પ્રોગ્રેસિવ ફેડરેશનલ), યૂટીયૂસી ( યૂનાઇટેડ ટ્રેડૅ યૂનિયન કોંગ્રેસ) અને સ્વતંત્ર મહાસંઘો અને સંઘ સામેલ થયા. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube