નવી દિલ્હી: લોકલ વેપારીઓનું પણ Flipkart, Amazon જેવા પ્લેટફોર્મ આવવાનું છે. કારણ કે વેપારીઓના સંગઠન કફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (CAIT)એ જલદી એક રાષ્ટ્રીય ઇ-કોમર્સ માર્કેટપ્લસ શરૂ કરવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી વચ્ચે સ્થાનિક દુકાનદારો (Local Shopkeepers)ની મદદ માટે આ ઇ-માર્કેટપ્લેસ શરૂ કરવામાં આવી રહ્યું છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cait ના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ ઇ-માર્કેટપ્લેસના દ્વારા લોકલ કિરાણા સ્ટોર ઓનલાઇન ઓર્ડર લઇને ગ્રાહકોને તેમના ઘર પર જરૂરી સામાનની આપૂર્તિ કરી શકશે. 


તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય અભિયાનમાં DPIIT કેટની સાથે મળીને Supply chainમાં કામ કરી રહેલી કંપનીઓ અને Startupsના પ્રયત્નો વચ્ચે તાલમેળ સ્થાપિત કરી Local કરી કરિયાણા દુકાનદારોને ઓનલાઇન ઓર્ડર લેવામાં મદદ કરશે.  


કેટે કહ્યું કે આ E commerce પોર્ટલ પર દેશના 7 કરોડ વેપારીઓને જોડવાનું લક્ષ્ય હશે. તેમાં મેન્યુફેક્ચર્સ, Distributor, Wholeseller અને Retail Shopkeepers અને ગ્રાહકોની Supply ચેન સામેલ હશે.  


તે પહેલાં Facebook એ તાજેતરમાં જિયોમાં ઇક્વિટી ભાગદારી ખરીદી છે. તેનાથી ગ્રાહક અને કરિયાણાની દુકાન વચ્ચે થનાર લેણદેણથી ફાયદો મળશે. ક્રેડિટ સુઇસના રિપોર્ટ અનુસાર તેનાથી સોદાથી Whatsapp ને પણ ફાયદો થશે. ફેસબુકે જિયોમાં 9.99 ટકા સ્ટેક માટે 43,574  કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.