નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન નિયમનકાર ટ્રાઇએ મોબાઇલ નંબર પોર્ટોબિલિટી (એમએનપી) સિસ્ટમની સમીક્ષા કરવાનું વિચારી રહ્યું છે, જેથી ગ્રાહકો માટે એમએનપીની પ્રક્રિયા વધુ સરળ બનાવી શકાય. એમએનપી તે સિસ્ટમ છે જેમાં કોઈ ટેલિકોમ્યુનિકેશન ગ્રાહક પોતાનો હાલનો મોબાઇલ નંબર જાળવી રાખતા બીજી કંપનીની સેવા લઈ શકે છે. ભારતીય ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેન આર એસ શર્માએ જણાવ્યું કે, ઓથોરિટી આ મહિનાના અંત સુધીમાં આ મુદ્દા પર એક કન્સલ્ટેશન પેપર રજૂ કરશે. તેમણે કહ્યું કે, આ પહેલનો ઉદ્દેશ્ય એમએનપી પ્રક્રિયામાં લાગનારો સમય ઓછો કરવો અને પૂરી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમએનપી પ્રક્રિયાનો સમય ઓછો કરવાનું લક્ષ્ય
ટ્રાઈના ચેરમેન આર એસ શર્માએ કહ્યું,  આ એમએનપી પ્રક્રિયાને જલ્દી કરવા માટે કન્સલ્ટેશન પેપર લાવી રહ્યા છીએ. કન્સલ્ટેશન પેપરનું લક્ષ્ય આ પ્રક્રિયામાં લાગનારો સમય ઓછો કરવો  તથા પ્રક્રિયામાં ફેરફાર કરવાનો છે. તેના પર કામ કરી રહ્યાં છીએ અને આ મહિનાના અંત સુધીમાં તેને જારી કરવામાં આવશે. 


79 ટકા ઘટાડ્યુો હતો MNP ચાર્જ
ઉલ્લેખનીય છે કે ટ્રાઇએ હાલમાં એમએનપી ચાર્જને 79 ટકા ઘટાડીને ચાર રૂપિયા કરી દીધો હતો. ટ્રાઇએ આ કામનો ઓછો ખર્ચ અને મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. એમએનપી દરોની સમીક્ષા માટે કન્સલ્ટેશન પ્રક્રિયા ડિસેમ્બર 2017માં શરૂ થઈ હતી.