નવી દિલ્હીઃ ટ્રેનથી સરફ કરવા માટે મહિલાઓ પહેલા રિઝર્વેશન કરાવવું પડે છે. રિઝર્વેશન  (Reservation Rules) ને બે પ્રકારે કરી શકો છો. પ્રથમ ટિકિટ રિઝર્વેશન ટિકિટબારીથી અને બીજુ ઓનલાઇન માધ્યમથી ટિકિટ બુક (Online Train Ticket Booking) કરાવી શકાય છે. પરંતુ લોકોને ત્યારે મુશ્કેલી આવે છે જ્યારે અચાનક કોઈ કામથી યાત્રા કરવાની હોય અને રિઝર્વેશન ન મળે. તેવામાં લોકોને તત્કાલ ટિકિટ (Tatkal Ticket Booking Rules) નો વિકલ્પ ખબર છે. પરંતુ આજે અમે તમને બીજો વિકલ્પ જણાવીશું જેમાં તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને પણ યાત્રા કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લેટફોર્મ ટિકિટ પર યાત્રા
જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમે માત્ર પ્લેટફોર્મ ટિકિટ લઈ ટ્રેનમાં ચડી ગયા છો તો તમારે ડરવાની જરૂર નથી. તમે ટિકિટ ચેકરની પાસે જઈ ટિકિટ લઈ શકો છો. આ નિયમ રેલવેએ બનાવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં બેસેલી વ્યક્તિએ તત્કાલ TTE નો સંપર્ક કરી જ્યાં જવાનું છે ત્યાંની ટિકિટ લેવી પડશે. 


આ પણ વાંચોઃ સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ પ્રાઈઝ


યાત્રાથી પહેલા જાણો આ નિયમ
ઘણીવાર સીટ ખાલી ન હોવા પર TTE તમને રિઝર્વ સીટ આપવાની ના પાડી શકે છે. પરંતુ યાત્રા કરવાથી રોકી શકે નહીં. જો તમારી પાસે રિઝર્વેશન નથી તેવી સ્થિતિમાં યાત્રી પાસેથી 250 રૂપિયા પેનલ્ટી અને યાત્રાનું ભાડુ વસૂલ કરવામાં આવશે. રેલવેના આ જરૂરી નિયમો તમારે યાત્રા કરતા પહેલા જાણી લેવા જોઈએ. 


પ્લેટફોર્મ ટિકિટ
પ્લેટફોર્મ ટિકિટ (Benefits of Platform Ticket) મુસાફરને ટ્રેનમાં ચઢવા માટે પાત્ર બનાવે છે. આ સાથે યાત્રીને તે સ્ટેશનથી ભાડુ ચુકવવું પડશે, જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ ખરીદી છે. ભાડુ વસુલવા સમયે ડિપાર્ચર સ્ટેશન પણ તે સ્ટેશનને માનવામાં આવશે અને યાત્રાનું ભાડુ પણ તે શ્રેણીનું વસૂલ કરવામાં આવશે, જેમાં તે સફર કરી રહ્યો હશે. 


આ પણ વાંચોઃ Paytm એ લોન્ચ કરી વેક્સીન સ્લોટ બુક કરવાની સુવિધા


ક્યાં સુધી સીટ તમારી હોય છે
જો તમારી ટ્રેન કોઈ કારણે છૂટી જાય તો TTE આગામી બે સ્ટેશનો સુધી તમારી સીટ અન્ય વ્યક્તિને આપી શકે નહીં. એટલે કે તમે આગામી બે સ્ટેશન પર ટ્રેનથી પહેલા પહોંચી તમારી યાત્રા પૂરી કરી શકો છો. મહત્વનું છે કે બે સ્ટેશનો બાદ  TTE RAC ટિકિટવાળા યાત્રીને તે સીટ આપી શકે છે. 


ટિકિટ ખોવાય જાય તો શું કરશો
જો તમે ઈ-ટિકિટ લીધી છે અને ટ્રેનમાં બેસવા સમયે તમારી ટિકિટ ગુમ થઈ ગઈ છે તો તમે ટિકિટ ચેકરને 50 રૂપિયા પેનલ્ટી આપી તમારી ટિકિટ મેળવી શકો છો. ટ્રેનમાં યાત્રા પહેલા આ મહત્વના નિયમો હંમેશા ધ્યાનમાં રાખો. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube