અમિત રાજપૂત/અમદાવાદ :તૌકતે વાવાઝોડાની તાકાત ધીરે ધીરે વધી રહી છે. એક દિવસ બાદ વાવાઝોડું ગુજરાત પર ટકરાશે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો છિન્નભિન્ન કરી દે તેવી શક્યતા છે. આવામાં પરિવહન પર પણ મોટી અસર થશે. તેથી રેલવે તંત્રએ તકેદારીના ભાગરૂપે ગુજરાતમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ (trains cancel) કરી
છે. સાથે જ કેટલીક ટ્રેનો અમદાવાદ સુધી જ શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત તરફ વધી રહેલા તૌકતે વાવાઝોડાને લઈને રેલવે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. તારીખ 16, 17 અને 18 મેના રોજ કેટલીક ટ્રેનો રદ્દ અને કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જે આ મુજબ છે. 


  • સૌરાષ્ટ્ર, ભુજ, વેરાવળ, પોરબંદર, ઓખા, ભાવનગર જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી

  • 16 મેના રોજ 11 ટ્રેનો રદ્દ કરવામાં આવી

  • 17 મેના રોજ 22 ટ્રેનો રદ્દ કરવામાં આવી

  • 18 મેના રોજ 13 ટ્રેન રદ કરાઈ

  • 19 મેના રોજ 5 ટ્રેનો રદ્દ કરવામાં આવી


તો બીજી તરફ, વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ પણ કરાઈ છે. જેમાં 17 મેના રોજ ઓખા-એરનાકુલમ અને 18 મેના રોજ ઓખા રામેશ્વરમ ટ્રેનો અમદાવાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. 


આ સાથે જ ભારે વરસાદના કારણે લક્ષદ્વીપમાં અગાત્તી હવાઇમથકે પૂર્વનિર્ધારિત ફ્લાઇટ્સનું પરિચાલન 16 મે 2021 (સવારે 10 વાગ્યા) સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે આ વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થઇ જાય તે પછી હવાઇમથક ફરી કાર્યાન્વિત થશે. ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાની અસર લક્ષદ્વીપ વિસ્તારોમાં પણ થવાની છે. તેથી ફ્લાઈટને કોઈ અસર ન પહોંચે તે માટે તેને સ્થગિત કરાઈ છે.