નવી દિલ્હી: ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનોથી લાંબા અંતરની મુસાફરી કરનાર યાત્રીઓને વધારે ભાડુ ચુકવવું પડી શકે છે. આ ભાડા વધારો 15 એપ્રિલથી ટિકિટ બુકિંગ સમયે રેલ મુસાફરીમાં જોડવામાં આવશે. રેલવે બોર્ડ ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનમાં યાત્રા કરતાં મુસાફરો પર 10 રૂપિયાથી 50 રૂપિયા વચ્ચે હાઈડ્રોકાર્બન સરચાર્જ અથવા ડીઝલ ટેક્સ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સરચાર્જ તે ટ્રેનો પર લાગુ કરવામાં આવશે જે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી અડધાથી વધારે અંતર કાપે છે. આ ઇંધણ આયાતના પ્રભાવને ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું છે. જે તેલના વધતા ખર્ચના ગંભીર રૂપથી પ્રભાવીત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 રૂપિયા સુધી વધશે ભાડુ
AC ક્લાસ માટે 50 રૂપિયા, સ્લીપર ક્લાસ માટે 25 રૂપિયા અને જનરલ ક્લાસ માટે ન્યૂનતમ 10 રૂપિયા ફી ત્રણ કેટેગરી હેઠળ લેવામાં આવશે. ઉપનગરીય રેલ યાત્રા ટિકિટો પર આવો કોઈ અધિભાર લગાવવામાં આવશે નહીં. રેલવે બોર્ડે તમામ ઝોનને તે ટ્રોનોની યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો છે જે નિર્ધારિત અંતરના 50 ટકા ડીઝલથી ચાલે છે. આ યાદીને દર ત્રણ મહિનામાં રિવાઇઝ્ડ કરવામાં આવશે. જો કે, 15 એપ્રિલથી પહેલા બુક કરવામાં આવેલી ટિકિટો પર સરચાર્જ લગાવવા અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી.


ડીઝલના વધતા ભાવ વચ્ચે લેવાયો નિર્ણય
રશિયા અને યુક્રેન સંઘર્ષ સાથે સાથે સાઉદી અરબ અને યમન વચ્ચે અથડામણને કારણે વૈશ્વિક તેલની કિંમતો વર્તમાનમાં રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. ભારત દ્વારા રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ કિંમતો પર તેલ આયાત કરવા છતાં, પૂરવઠામાં અછત છે. દેશમાં ઇંધણની કિંમતો સતત 12 દિવસ સુધી વધારા સાથે ગ્રાહક ઇંધણની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.


રેલવેના વિદ્યુત અભિયાન માટે પણ થસે ઉપયોગ
HCS સરચાર્જનો ઉપયોગ ભારતીય રેલવેના ચાલુ વિદ્યુત અભિયાન માટે પણ કરવામાં આવશે. રેલવે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર મિશન 100 ટકા વિદ્યુતીકરણ- નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન યોજના હેઠલ જનતાને પર્યાવરણ અનુકૂળ, લીલા અને સ્વચ્છ પરિવહન પ્રદાન કરવા માટે તેમના સંપૂર્ણ બ્રોડ ગેજ નેટવર્કને વિદ્યુતીકૃત કરવા માટે એક મિશન મોડ પર છે.


ઉપયોગકર્તા શુલ્કમાં આ વધારાનો અર્થ હશે કે ટ્રેનનું અંતિમ ભાડું વધશે. રેલવે બોર્ડ સરચાર્જ જોડી ડિસ્કાઉન્ટમાં ઘટાડો કરી અથવા મૂળ ભાડાને ટચ કર્યા વગર આરામ તેમ સુવિધાઓને ઓછી કરી કુલ ભાડુ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(ઇનપુટ-આઇએએનએસ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube