અર્પણ કાયદાવાલા/અમદાવાદ :પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી અને ચાલવાવાળી 9 જોડી ટ્રેનો ફરી શરૂ થઈ છે. વર્તમાન કોરોના મહામારીની અસરને ઘટાડવા અને મુસાફરોની સુવિધા અને માંગ માટે પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી દોડતી અને પસાર થતી કુલ 18 ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે. જે નીચે મુજબ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ટ્રેન નંબર 02009 મુંબઇ-અમદાવાદ શતાબ્દી સ્પેશિયલ 28 જૂન 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર,
ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે.
2. ટ્રેન નંબર 02010 અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી સ્પેશિયલ 28 જૂનથી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર,
શુક્રવાર અને શનિવારે ચાલશે.
3. ટ્રેન નંબર 02908 હાપા-મડગાંવ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 જૂનથી આગળની સૂચના સુધી દર બુધવારે દોડશે.
4. ટ્રેન નંબર 02907 મડગાંવ - હાપા સુપરફાસ્ટ સ્પેશિયલ 02 જુલાઇ 2021 થી આગામી સૂચના સુધી દર શુક્રવારે ચાલશે.
5. ટ્રેન નંબર 02933 મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ 28 જૂનથી આગામી સૂચના સુધી દૈનિક દોડશે.
6. ટ્રેન નંબર 02934 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 28 જૂનથી આગામી સૂચના સુધી દૈનિક દોડશે.
7. ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી સ્પેશિયલ 1 લી જુલાઇથી આગળની સૂચના સુધી દર ગુરુવારે ચાલશે.
8. ટ્રેન નંબર 09044 ભગત કી કોઠી  - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 2 જુલાઈ, 2021 થી દર શુક્રવારે દોડશે.
9. ટ્રેન નંબર 09260 ભાવનગર - કોચુવેલી સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવારે દોડશે.
10. ટ્રેન નંબર 09259 કોચુવેલી ભાવનગર સ્પેશિયલ 1 લી જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે દોડશે.
11. ટ્રેન નંબર 09262 પોરબંદર - કોચુવેલી સ્પેશિયલ 1 જુલાઈ 2021 થી દર ગુરુવારે દોડશે.
12. ટ્રેન નંબર 09261 કોચુવેલી - પોરબંદર સ્પેશિયલ આગળની સૂચના સુધી દર રવિવારે 4 જુલાઇ, 2021 થી આગળની સૂચના સુધી દોડશે.
13. ટ્રેન નંબર 09263 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવાર અને શનિવારે ચાલશે.
14. ટ્રેન નંબર 09264 દિલ્હી સરાઇ રોહિલા - પોરબંદર સ્પેશિયલ 1 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર સોમવારે અને ગુરુવારે ચાલશે.
15. ટ્રેન નંબર 09293 બાન્દ્રા ટર્મિનસ - મહુઆ સ્પેશિયલ 30 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર બુધવારે ચાલશે.
16. ટ્રેન નંબર 09294 મહુવા - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 1 લી જુલાઇથી આગળની સૂચના સુધી દર ગુરુવારે ચાલશે.
17. ટ્રેન નંબર 09029 બાન્દ્રા ટર્મિનસ - અમદાવાદ સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને શનિવારે
ચાલશે.
18. ટ્રેન નંબર 09030 અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 30 જૂનથી આગળની સૂચના સુધી પ્રતિ બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલશે.


આ ઉપરાંત ટ્રેન નંબર 09262 પોરબંદર-કોચુવેલી સ્પેશિયલમાં 1 મી જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી એક પેન્ટ્રી કાર કોચ લગાવવામાં આવી રહી છે અને 09261 કોચુવેલી-પોરબંદર સ્પેશિયલમાં 4 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી એક પેન્ટ્રી કાર કોચ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન એક સ્લીપર કોચ ઘટાડવામાં આવી રહ્યો છે.