Multibagger Stocks :શેર બજારમાં સારી કંપનીઓ લોન્ગ ટર્મમાં શાનદાર રિટર્ન આપવામાં સફળ રહી છે. Transformers and Rectifiers એ પણ લાંબા ગાળામાં દમદાર રિટર્ન આપ્યું છે. એક સમયે કંપનીના શેરનો ભાવ માત્ર 6.50 રૂપિયાના લેવલ પર હતો. પરંતુ આજે 670 રૂપિયાથી વધુ છે. માત્ર 4 વર્ષમાં આ કંપનીના શેરની કિંમતમાં શાનદાર તેજી જોવા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 વર્ષમાં 300% વધ્યો મલ્ટીબેગર સ્ટોક
9 એપ્રિલ, 2020 ના રોજ, કંપનીના શેરની કિંમત 6.50 રૂપિયા હતી. શુક્રવારે કંપનીના શેરની કિંમત 671 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીના શેરની કિંમત 238.70 રૂપિયા હતી. જો તે સમયે કોઈએ કંપનીના શેર ખરીદ્યા હોત તો તેને અત્યાર સુધીમાં 185 ટકા નફો થઈ ગયો હોત. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 300 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનો રોકાણકારો માટે સારો રહ્યો નથી. આ સમયગાળા દરમિયાન, મલ્ટિબેગર શેરોના ભાવમાં 7 ટકાનો ઘટાડો થયો છે.


આ પણ વાંચો- ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ


1 લાખના રોકાણ પર મળ્યું 1 કરોડ રૂપિયાનું રિટર્ન
9 એપ્રિલ 2020થી અત્યાર સુધી કંપનીના શેરની કિંમતમાં 10350 ટકાની તેજી જોવા મળી છે. તેવામાં જો કોઈ ઈન્વેસ્ટરે 4 વર્ષ પહેલાં આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેનું રિટર્ન અત્યાર સુધી 1.04 કરોડ રૂપિયા થઈ ગયું હોત.


Transformers and Rectifiers નો 52 વીક હાઈ 845.70 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 142.10 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 10,070.56 કરોડ રૂપિયાનું છે. મહત્વનું છે કે કંપની મે મહિનામાં એક્સ-ડિવિડેન્ડ સ્ટોક પર ટ્રેડ થઈ હતી. ત્યારે યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 0.20 રૂપિયાનું ડિવિડેન્ડ મળ્યું હતું. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)