ઝી મીડિયા/બ્યૂરો :લક્ઝુરિયસ બ્રાન્ડની દરેક પ્રોડક્ટ પર દુનિયાભરના લોકોની નજર ટકેલી હોય છે. આ કંપનીઓના પ્રોડક્ટ્સ આવતા જ માર્કેટમાં ટ્રેન્ડમાં આવી જાય છે. અથવા તો એમ કહો કે તે ટ્રેન્ડ સેટર બની જાય છે. પરંતુ અનેકવાર ફેનશને લઈને એક્સપરિમેન્ટ્સ ભારે પડી જાય છે. આવું જ કંઈક હાલમાં ઈટાલિયન ફેશન બ્રાન્ડ લેબલ ગુચી ((Gucci)) સાથે થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

https://www.india.com/wp-content/uploads/2020/12/Capture_3_700x500-2.jpg


હકીકતમાં, ગુચીએ એક ચશ્મા લોન્ચ કર્યાં છે. આ ચશ્મા એટલા માટે ચર્ચાનો વિષય બન્યા છે, કેમ કે તેની ડિઝાઈન ઉલટી છે. એટલે કે તે જોવામાં એમ લાગે જાણે ચશ્મા ઉલટા લગાવી રાખ્યાં છે.



ચશ્માની ડિઝાઈન કરતા પણ વધુ ચર્ચામાં તેની કિંમત છે. કંપનીએ ચશ્માની કિંમત 470 પાઉન્ડ એટલે કે 46 હજાર રૂપિયા રાખી છે. 



સોશિયલ મીડિયા પર લોકો આ ચશ્માની ડિઝાઈન અને કિંમતને લઈને કંપનીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. લોકો તેને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બતાવી રહ્યાં છે.