નવી દિલ્હીઃ એક નાની કંપની ટ્રાઇડેન્ટ ટેકલેબ્સે 4 મહિનાની અંદર કંપનીના શેરમાં રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સનો આઈપીઓ 4 મહિના પહેલા 35 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર 12 એપ્રિલ 2024ના 242.50 રૂપિયા પર પહોંચી ગયા છે. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના શેર 35 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝથી 593 ટકા વધી ગયા છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ લેવલ 291.80 રૂપિયા છે. તો કંપનીના શેરનો 52 સપ્તાહનો લો 93.25 રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 રૂપિયાથી 240 રૂપિયા ઉપર પહોંચ્યો કંપનીનો શેર
ટ્રાઇડેન્ટ ટેકલેબ્સ લિમિટેડનો આઈપીઓ 21 ડિસેમ્બર 2023ના ખુલ્યો હતો અને તે 26 ડિસેમ્બર 2023 સુધી ઓપન રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 35 રૂપિયા હતો. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સનાશેર 29 ડિસેમ્બર 2023ના 98.15 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર તેજી સાથે 103.05 રૂપિયા પર બંધ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેરમાં ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 195 ટકાની તેજી આવી હતી. ત્યારબાદ પણ કંપનીના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. 12 એપ્રિલ 2024ના કંપનીના શેર 242.50 રૂપિયા પર બંધ થયા છે.


આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે,  DAમાં વધારા બાદ HRAનો વારો


કંપનીના આઈપીઓ પર લાગ્યો હતો 763 ગણો દાવ
ટ્રાઇડેન્ટ ટેકલેબ્સનો આઈપીઓ ટોટલ 763.30 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં 1059.43 ગણો દાવ લાગ્યો હતો. તો નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) નો કોટા 854.37 ગણો સબ્સક્રાઇબ થયો હતો. ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ એક લોટ માટે બોલી લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 4000 શેર હતા. કંપનીના આઈપીઓની સાઇઝ 16.03 કરોડ રૂપિયા હતી. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)