નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતને મોટો આંચકો આપતાં વેપારમાં મળનાર છૂટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રંપે મંળગવારે અમેરિકી કોંગ્રેસને ભારત સાથે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેંસેઝ (GSP)ને ખતમ કરવા અંગે જાણકારી આપી હતી. તેમણે અમેરિકી સંસદના સ્પીકરને ચિઠ્ઠી લખીને કહ્યું કે અમેરિકા ભારતનો લોન મુક્ત દેશનો દરજ્જો ખતમ કરશે. અમેરિકાના આ પગલાં બાદ ભારતથી નિર્તાત થનાર સામાન પર ટેક્સ લાગશે. તેનાથી ભારતીય ક6પનીઓના બિઝનેસ પર અસર પડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો મોટો ઝટકો


ભારતને ઉંચા દરથી ટેક્સ લગાવનાર દેશ ગણાવ્યો હતો
આ પહેલાં ટ્રંપે શનિવારે ભારતને ઉંચા દરથી ટેક્સ લગાવનાર દેશ ગણાવ્યો હતો. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમેરિકામાં આવનાર સામાન પર બરાબર ટેક્સ અથવા ઓછામાં ઓછો કોઇ ટેક્સ લગાવવો જોઇએ. ગત કેટલાક મહિનાઓથી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનું નરમ વલણ અપનાવતાં ટ્રંપે કહ્યું કે 'ભારત ખૂબ વધુ ટેક્સ લગાવનાર દેશ છે. તે અમારી પાસે ખૂબ ટેક્સ વસૂલે છે. ભારત જેવા દેશોની સાથે ગત થોડા દિવસોથી ઘરેલૂ વૈશ્વિક અને દ્વિપક્ષીય સંબંધો સહિત વિભિન્ન મુદ્દાઓ પર વાત કરી હતી. 

કારો પર હવે મળશે બંપર Subsidy, મોદી સરકારે આપી આ યોજનાને મંજૂરી


હર્લે-ડેવિસનનું ઉદાહરણ આપ્યું હતું
ટ્રંપે હર્લે-ડેવિસન બાઇકનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે 'જ્યારે અમે ભારતને મોટરસાઇકલ મોકલીએ છીએ તો ત્યાં 100 ટકાનો ટેક્સ લગાવવામાં આવે છે. તે અમારી પાસેથી 100 ટકા ટેક્સ વસૂલે છે જ્યારે ભારત અમને મોટરસાઇકલ મોકલે છે ત્યારે અમે તેનાથી પાસેથી પણ શુલ્ક લેતા નથી. એટલા માટે તેને બરાબર કરવા માંગીએ છીએ અથવા કોઇને કોઇ ચાર્જ લગાવવા માંગીએ છીએ.

યુદ્ધ થશે તો કંગાળ થઇ જશે પાકિસ્તાન, ડામાડોળ થઇ જશે પાડોશી દેશની અર્થવ્યવસ્થા


નવા વર્ષની શરૂઆતમાં વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસ્પારિક તરીકે ટેક્સ લગાવવાનું સમર્થન કરતાં ટ્રંપે કહ્યું હતું કે તે ભારતના હર્લે-ડેવિસન બાઇક પર ટેક્સને 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરવાથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું હતું કે જોકે આ ઘટાડો પર્યાપ્ત નથી પરંતુ તેમછતાં ઠીક છે. ટ્રંપે શનિવારે કહ્યું કે તે ભારતને ફક્ત ઉદાહરણ તરીકે રજૂ કરે છે જેથી કહી શકાય કે અન્ય દેશ કોઇ પ્રકારે અમેરિકન ઉત્પાદનો પર ટેક્સ લગાવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે 'ભારત 100 ટકાનો ટેક્સ લગાવે છે. જોકે હું 25 ટકાનો ટેક્સ લગાવવા જઇ રહ્યો છું. આ પગલે સંસદમાં હંગામો થઇ રહ્યો છે.