ગરમીમાં વસાવો સસ્તું તંબૂવાળું AC, ઠંડા ઠંડા કૂલ રહેશે ઘર, બિલ માત્ર 3 બલ્બ જેટલું જ આવશે
અમે તમને એવા AC વિશે જણાવીશું, જે ફક્ત બેડ એરિયાનેને ઠંડો રાખે છે. એટલું જ નહી આ AC બાકી એસીના મુકાબલે વિજળીની ખપત 60 થી 65 ટકા સુધી કરી દેશે. આવો જાણીએ તેના વિશે...
નવી દિલ્હી: ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. ગરમીની સિઝનમાં લોકો ઘર હોય કે ઓફિસ... રૂમને ઠંડો કરવા માટે એર કંડીશનરનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં સૌથી વધુ સમસ્યા પેદા કરે છે વિજળીનું બિલ. સતત AC ચાલવાથી વિજળીનું બિલ પણ ખૂબ વધુ આવે છે. આજે અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન શોધી લાવ્યા છીએ. અમે તમને એવા AC વિશે જણાવીશું, જે ફક્ત બેડ એરિયાનેને ઠંડો રાખે છે. એટલું જ નહી આ AC બાકી એસીના મુકાબલે વિજળીની ખપત 60 થી 65 ટકા સુધી કરી દેશે. આવો જાણીએ તેના વિશે...
તંબૂવાળું AC રાખશે તમને ઠંડા ઠંડા કૂલ કૂલ
Tupik Private Limited નામની કંપનીએ એક અનોખું AC તૈયાર કર્યું છે, જે ફક્ત બેડ એરિયાને ઠંડો કરે છે. આ ડિઝાઇન પણ તંબૂ જેવી છે. જેને કંપનીના ફાઉન્ડર રવિ પટેલે તૈયાર કરી છે. તેનાથી લોકોને ગરમીમાંથી છુટકારો મળવાની સાથે-સાથે વિજળીના બિલને પણ ઓછું કરી દે છે. આ AC પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતું નથી.
તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ
3 બલ્બ બરાબર આવશે બિલ
Tupik Bed AC ને લગભગ 400W વિજળીની જરૂર હોય છે. એટલે કે ત્રણ બલ્બ જેટલો ખર્ચ આવે છે. એડવાન્સ AC ને તમે સોલાર એનર્જીથી પણ ચાલી શકે છે. આ AC ની સાઇઝ 1 ઇંચ લાંબી અને 18 ઇંચ પહોંચી છે. તેને તંબૂમાં લગાવવામાં આવે છે. તંબૂને બેડમાં ફિટ કરવામાં આવે છે. ફિટ કરતાં જ આ બેડ એરિયાને ઠંડો કરી દેશે. તેની અંદર રહેવાથી ઠંડી હવા પ્રાપ્ત થાય છે.
ઇન્વર્ટરથી પણ ચાલશે
આ AC ને 5 એમ્પીયરવાળા સોકેટ દ્રારા સરળતાથી ચલાવી શકાય છે. તેને ફિટ કરવા માટે તમારે કોઇની પણ મદદની જરૂર નહી પડે. તેને તમે જાતે જ બેડ સાથે ફિટ કરી શકશો. વિજળી જતી રહે તો તામે આ એસીને 1KVA ક્ષમતાવાળા ઇન્વર્ટરની મદદથી પણ ચલાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube