TVSનું સુપર્બ ફીચર્સવાળુ સ્કૂટર, માઈલેજ જાણીને ઉછળી પડશો
ટીવીએસ મોટર્સે ભારતમાં થોડા સમય પહેલા જ પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર કોન્સેપ્ટ ક્રિઓન રજુ કર્યુ છે.
નવી દિલ્હી: ટીવીએસ મોટર્સે ભારતમાં થોડા સમય પહેલા જ પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર કોન્સેપ્ટ ક્રિઓન રજુ કર્યુ છે. ટીવીએસ ક્રિઓનમાં 5.1 સેકન્ડમાં 0થી 60 કિમી પ્રતિ કલાકની રફતાર હાંસલ કરવાની ક્ષમતા છે. કંપનીએ જણાવ્યું કે 60 મિનિટમાં આ સ્કૂટરની બેટરી 80 ટકા જેટલી ચાર્જ થઈ જાય છે. આ વ્હીકલમાં લીથિયમ-આયન બેટરી છે જેનાથી 12 કિલોવોટ ઈન્સ્ટન્ટ પાવર જનરેટ કરવાની ક્ષમતા છે.
દમદાર છે સ્કૂટર
કંપનીના જણાવ્યાં મુજબ તેમનું આ નવું સ્કૂટર એક પરફોર્મન્સ ઓરિયેન્ટેડ ઈલેક્ટ્રોનિક કોન્સેપ્ટ સ્કૂટર છે. TVS ક્રિઓન નામથી તેને રજુ કરવામાં આવ્યું છે. કંપનીએ તેને ખુબ દમદાર બનાવ્યું છે.
5 સેકન્ડમાં 60 કિમીની ઝડપ
કંપનીનો દાવો છે કે TVSનું આ ક્રિઓન માત્ર 5.1 સેકન્ડમાં 0-60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ સ્કૂટર એકવાર ફૂલ ચાર્જ થયા બાદ 80 કિમી સુધી મુસાફરી કરી શકે છે.
એક કલાકમાં થઈ જશે ચાર્જ
કંપનીના જણાવ્યાં મુજબ આ ઈલેક્ટ્રિક સ્કૂટર માત્ર એક કલાકમાં જ ફુલ ચાર્જ થઈ જાય છે. તેની ખાસ વાત એ છે કે આ સ્કૂટર પર્યાવરણ માટે જરાય નુકસાનકારક નથી.
આ છે ફીચર્સ
ક્રિઓનમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સ્કૂટરમાં એક ટીએફટી સ્ક્રીન છે જે યૂઝરના સ્માર્ટફોન પર હાજર એક એપ્લિકેશનની સાથે કામ કરે છે. આ સ્ક્રીન પર તમામ જરૂરી માહિતી હોય છે. ટીવીએસના આ સ્કૂટરમાં ક્લાઉડ કનેક્ટિવીટી, ત્રણ અલગ અલગ રાઈડ મોડ, રિજેનરેટિવ બ્રેકિંગ ક્ષમતા, પાર્ક આસિસ્ટ, એન્ટી થેફ્ટ ફીચર, જીપીએસ નેવિગેશન અને જિયો ફેસિંગ જેવા ફીચર છે.
એબીએસ સિસ્ટમથી લેસ
ક્રિઓનમાં આગળની તરફ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને રિયર પર એબીએસ છે. આ સ્કૂટરમાં હેલ્મેટ રાખવા માટે એક સ્ટોરેજ અને સ્માર્ટફોન માટે એક ચાર્જિંગ સ્લોટ છે. કંપનીએ હજુ બજારમાં આવિારા વેરિએન્ટ અને તેની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી.