ટીવીએસએ તહેવારની સિઝન પહેલાં ઉતારી શાનદાર બાઇક, એકસાથે લાગશે બ્રેક
એબીટી હેઠળ આવી સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં ફ્રંટ તથા રિયર બ્રેક બંને એકસાથે સક્રિય થઇ જાય છે. ટીવીએસ મોટર 110 સીસી શ્રેણીમાં આ ટેક્નોલોજી આપનાર એકમાત્ર કંપની છે.
નવી દિલ્હી: દ્રિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહન બનાવનાર કંપની ટીવીએસ મોટર કંપનીએ તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા મોટરસાઇકલ સ્ટાર સિટી પ્લસનું નવું વર્જન રજૂ કર્યું જેની કિંમત 52,907 રૂપિયા છે. 110 સીસી એન્જીનવાળા આ મોટરસાઇકલમાં ડુઅલ ટોન દર્પણ તથા સિંક્રોનાઇઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજી (એબીટી)આપવામાં આવ્યું છે.
એબીટી હેઠળ આવી સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે જેમાં ફ્રંટ તથા રિયર બ્રેક બંને એકસાથે સક્રિય થઇ જાય છે. ટીવીએસ મોટર 110 સીસી શ્રેણીમાં આ ટેક્નોલોજી આપનાર એકમાત્ર કંપની છે.
આ પહેલાં ઓગસ્ટમાં ટીવીએસએ ચેન્નઇમાં નવી બાઇક લોંચ કરી હતી. 110 સીસીમાં લોંચ કરવામાં આવેલી આ બાઇકનો લુક હીરોની સ્પેલેંડર જેવો છે. એંજીન ક્ષમતા અને માઇલેજના મામલે પણ આ બાઇજ્ક બજારમાં ઉપલબ્ધ ઘણી બાઇકોને ટક્કર આપી શકે છે. ઓછી કિંમત અને સારી માઇલેજવાળી આ બાઇકને કંપનીએ 25થી 35 વર્ષના યુવાનોને ધ્યાનમાં રાખીને લોંચ કરી હતી.
110 સીસી ક્ષમતાવાળી બાઇકને TVS Radeon નામ આપવામાં આવ્યું છે. આ બાઇકને કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે ખૂબ આકર્ષક કિંમતોમાં લોંચ કરવામાં આવી છે. આ બાઇક દિલ્હીમાં શરૂઆતી એક્સ શો રૂમ કિંમત 48,400 રૂપિયા છે. નવી બાઇકને ટીવીએસએ એકદમ નવી ડિઝાઇન સાથે લોંચ કરી છે.
ટીવીએસએ નવી બાઇક Radeonને ખાસકરીને યુવાનોને ધ્યાનમાં રાખીને લોંચ કરી છે. કંપનીને આશા છે કે TVS Radeon નાના શહેરો અને ગ્રામીણ ભારતના 25 થી 35 વર્ષના ગ્રુપના લોકોને પસંદ આવશે. ચેસિસમાં ફેરફાર સાથે Radeonને સિંગલ ક્રેડલ ટ્યૂબલર ફેમ સાથે ઉતારવામાં આવી છે.