સૈન ફ્રાંસિસ્કો: ટ્વિટરે ખુલાસો કર્યો છે જાહેરાતના લાભ માટે યૂઝર્સના ફોન નંબર અને ઇમેલ આઇડીનો દુરૌપયોગ કરવા સંબંધિત એક તપાસમાં કંપની તરફથી યૂએસ ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)ને 25 કરોડ ડોલર સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. 28 જુલાઇના રોજ એફટીસી તરફથી કંપનીને ફરિયાદ મળી હતી, જેમાં એફટીસીની સાથે વર્ષ 2011માં ટ્વિટર સાથે સહમતિ આદેશના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો અને જણાવ્યું કે યૂઝર્સની અંગત જાણકારીની સુરક્ષા કંપની દ્વારા કેવી રીતે કરવામાં આવે છે, આ વિશે તેમને ગેરમાર્ગે ન દોરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટરે સોમવારે પોતાની બીજી ત્રિમાસિકની નાણાકીય ફાઇલિંગ દરમિયાન કહ્યું કે આરોપ વર્ષ 2013થી 2019ના સમયગાળા વચ્ચે લક્ષિત જાહેરાત માટે સુરક્ષાના ઉદ્દેશ્યો માટે કંપનીના ફોન નંબર અને ઇમેલ આઇડી સંબંધિત ડેટાના ઉપયોગ સાથે હતો. 


ટ્વિટરે કહ્યું કે કંપનીનું અનુમાન છે કે આ સંદર્ભમાં સંભવિત નુકસાનની સીમા 15 કરોડ ડોલર થી 25 કરોડ ડોલર વચ્ચે હશે અને કંપનીને 15 કરોડ ડોલર મળ્યા છે. 


કંપનીએ આગળ કહ્યું કે મુદ્દો હજુ સુધી ઉકેલવામાં આવ્યો નથી અને અંતિમ પરિણામ ક્યાં સુધી પ્રાપ્ત થશે અને તેને લઇને નિશ્વિત સમય સીમાનું આશ્વાસન આપ્યું નથી. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube