નવી દિલ્હી: ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની ટ્વિટર પોસ્ટ ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. તેઓ પોતાના ફોલોઅર્સની સાથે મઝાકિયા અંદાજમાં વન લાઈનર્સ અને ઈમ્પોટેંટ લાઈફ લેસન શેર કરતા રહે છે. પરંતુ સોમવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક યૂઝર્સને જવાબ આપ્યો, જેમાં તેમની યોગ્યતા વિશે પુછવામાં આવ્યું હતું અને તે પોસ્ટ હવે વાયરલ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદ મહિન્દ્રાએ એક બાળકીની તસવીર શેયર કરી
આનંદ મહિન્દ્રાએ સોમવારે પહાડી વિસ્તાર પાસે બેઠેલી પુસ્તકમાં અભ્યાસ કરતી એક છોકરીની તસવીર પર ટિપ્પણી કરી હતી. આ ફોટો ટ્વિટર યુઝર અભિષેક દુબેએ શેર કર્યો છે. તેમણે લખ્યું, 'આજે હું હિમાચલના સ્ટૌન વિસ્તારની ટ્રીપ પર હતો, આ નાની છોકરીને એકલી બેસીને નોટ્સ લખતી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, પુસ્તકોમાં તેની એકાગ્રતા જોઈને મને કેટલું આશ્ચર્ય થયું તે હું વ્યક્ત કરી શકતો નથી. ખૂબ જ અદ્ભુત'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube