નવી દિલ્હી: PPF Account New Rule: જો તમે પણ પીપીએફ એકાઉન્ટમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારે ખરેખર વાંચવા જોઈએ. પીપીએફમાં રોકાણ કરનારાઓ માટે સરકાર તરફથી મોટા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર રોકાણકારો પર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું
નાણાં મંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 12 ડિસેમ્બર 2019 ના અથવા તેના બાદ એક જ શખ્સ તરફથી ખોલાવવામાં આવેલા બે અથવા તેનાથી વધુ પીપીએફ એકાઉન્ટ મર્જ થઈ શકશે નહીં. નાણાં મંત્રાલય તરફથી આ વિશેમાં ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે.


2019 ના નિયમોનો ઉલ્લેખ કર્યો
ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, પીપીએફ એકાઉન્ટનું સંચાલન કરતી સંસ્થા 12 ડિસેમ્બર અથવા ત્યારબાદ ખોલેલા પીપીએફ એકાઉન્ટને મર્જ કરવાની રિક્વેસ્ટ મોકલે નહીં. તેની પાછળ પીપીએફના વર્ષ 2019 ના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.


એક જ ખોતું રહેશે એક્ટિવ
ઓએમ જાહેર કર્યા બાદ પોસ્ટ ઓફિસ તરફથી જાહેર સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું કે 12 ડિસેમ્બર 2019 ના અથવા ત્યારબાદ ખોલાવવામાં આવેલા બે અથવા બેથી વધારે પીપીએફ એકાઉન્ટમાંથી એક ખાતું એક્ટિવ રહેશે. બાકીના ખાતા બંધ કરવામાં આવશે. બંધ કરવામાં આવેલા કોઈપણ એકાઉન્ટ પર વ્યાજ પણ આપવામાં આવશે નહીં.


ઉદાહરણ દ્વારા આ રીતે સમજો
ઉદાહરણ માટે જો તમે એક પીપીએફ એકાઉન્ટ જાન્યુઆરી 2014 માં ખોલાવ્યું અને બીજુ ફેબ્રુઆરી 2020 માં ખોલાવ્યું. તો આ કેસમાં તમારે ફેબ્રુઆરી 2020 ના પીપીએફ ખાતાને બંધ કરવામાં આવશે. આ ખાતા પર કોઈ પ્રકારનું વ્યાજ પણ મળશે નહીં. આ રીતે જો તમે પહેલું ખાતું 2014 માં ખોલાવ્યું અને બીજુ ખાતું 2017 માં ખોલાવ્યું તો આ બંને એકાઉન્ટને તમારી રિક્વેસ્ટ પર મર્જ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube