કાર-બાઇકની જેમ ખરીદી શકાશે આ પ્લેન, કિંમત છે....
આ વિમાનની કિંમત પ્રમાણમાં બહુ ઓછી છે
બેંગ્લુરુ : ધ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ (સીએસઆઇઆર)ની સંસ્થા નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (એનએએલ)એ દિલ્હીની કંપની મેસ્કો એરોસ્પેસ પાસેથી બે સીટવાળા હંસ-એનજી વિમાન વિકસિત કરવા માટે ભાગીદારી કરી છે. એનએએલનું લક્ષ્ય આ પ્લેનના બેઝિક વર્ઝનને 80 લાખ રૂ.માં અને ફુલ્લી લોડેડ વર્ઝનને 1 કરોડ રૂ.માં વેચવાનું છે. એનએએલનું અનુમાન છે કે દેશમાં 70થી 80 બે સીટર વિમાનની જરૂર છે.
2019 સુધી આ વિમાન ઉડવા માટે તૈયાર થઈ જશે અને ધ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા 2020 સુધી એને પ્રમાણિત કરી દેવામાં આવશે. એકવાર પ્રમાણિત થયા પછી દિલ્હી સ્થિત મેસ્કો હંસ દ્વારા ઉત્પાદન શરુ કરી દેવામાં આવશે. આ નામ હંસ પક્ષી પાસેથી લેવામાં આવ્યું છે. હંસ-એનજીનો ઉપયોગ કેડેટ પ્રશિક્ષણ, તટીય વિસ્તારોના નિરક્ષણ તેમજ ફરવાના હેતુસર કરવામાં આવશે.
કેબ સેવા આપતી અમેરિકન કંપની ઉબર (Uber)ના ટોચના અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. કંપનીએ હવાઇ ટેક્સી ‘ઉબર એલિવેટ’ અંતર્ગત પોતાના ભવિષ્યની હવાઇ ટેક્સી સેવા પર પ્રેઝન્ટેશન આપ્યું છે. કંપની મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુ જેવા શહેરોમાં આ ટેક્સી શરૂ કરવાનું આયોજન કરી રહી છે.