UIDAIનું એલર્ટ : તમારું `આવું` આધારકાર્ડ થઈ જશે સાવ નકામું
UIDAIએ ગ્રાહકો માટે મહત્વની સૂચના આપી છે
નવી દિલ્હી : આધાર કાર્ડ મામલે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જો તમે આધાર કાર્ડ લેમિનેટ કરાવ્યું હોય અને એને પ્લાસ્ટિક કાર્ડ તરીકે વાપરતા હો તો સાવધાન થઈ જાઓ. આવું કરવાથી તમને નુકસાન થઈ શકે છે. UIDAIએ પોતે આ વાતની ચેતવણી જાહેર કરી છે. UIDAIએ ગ્રાહકોને લેમિનેટ આધાર કે પછી પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ તરીકે વાપરવા માટે સાવધાન રહેવા માટે કહ્યું છે કારણ કે આવું કરવાથી આધારનો ક્યુઆર કોડ નકામો થઈ જાય છે. UIDAIએ કહ્યું છેકે પ્લાસ્ટિક કાર્ડને કારણે તમારી અંગત જાણકારી બીજા કોઈ પાસે પહોંચી શકે છે. UIDAIએ કહ્યું છે કે આધારનો કોઈ હિસ્કો કે મોબાઇલ આધાર સંપૂર્ણ રીતે વેલિડ છે.
UIDAIએ કહ્યું છે કે સામાન્ય કાગળ પર ડાઉનલોડ કરાયેલું આધાર કાર્ડ તેમજ મોબાઇલ આધારકાર્ડ સંપૂર્ણ રીતે માન્ય છે. સ્માર્ટ કે પ્લાસ્ટિક આધાર કાર્ડનો કોઈ સિદ્ધાંત જ નથી અને એ સંપૂર્ણ રીતે અનાવશ્યક અને નકામું છે.
UIDAIએ લોકોને ચેતવણી આપી છે કે કોઈ પણ અનધિકૃત વ્યક્તિ સાથે આધાર નંબર શેયર ન કરવો જોઈએ. UIDAIએ આધારકાર્ડની ડિટેઇલના અનધિકૃત પ્રિન્ટિંગને દંડનીય અપરાધ ગણાવ્યો છે. આવું કરવાથી જેલની સજા પણ થઈ શકે છે.