નવી દિલ્હી: ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તા  (UIDAI) કોમન સર્વિસ સેન્ટર્સ (CSC)ને આધાર રજિસ્ટ્રેશન અને તેને અપડેટ કરાવવા સંબંધી નોન-બાયોમેટ્રિક સર્વિસિઝ ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી શકે છે. આ સેન્ટર્સના લોકો માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદ પુરી પાડવા જેવી સર્વિસિઝ આપવાની પરવાનગી આપી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ગજબના આ 7 ફીચર્સ લાવી રહ્યું છે WhatsApp લાવી રહ્યું દમદાર ફીચર્સ


CSC નું સંચાલન કરનાર ગામડાના સ્તરે ઉદ્યમી એટલે કે વીલઇ તેમને આધાર રજિસ્ટ્રેશન અને તેની સાથે સંકળાયેલ જાણકારી અપડેટ કરવા સંબંધી સર્વિસિઝ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવાનો સરકાર પાસે આગ્રહ કરે છે. આ પહેલાં 120 કરોડ આધાર ધારકોને બાયોમેટ્રિક આંકડાની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે યૂઆઇડીએઆઇએ આ કેંદ્વો અને ખાનગી સર્વિસ પ્રોવાઇડરને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા અટકાવી દીધા હતા.

ખેડૂતોને 'ડબલ' ભેટ આપશે મોદી સરકાર, દર મહિને ખાતામાં નાખશે 4000 રૂપિયા


ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે સીએસસીને રજિસ્ટ્રેશન અને માહિતી અપડેટ કરાવવા સંબંધી ગતિવિધિઓ માટે ઓનલાઇન આધાર ફોર્મ ભરવામાં સામાન્ય માણસોને મદદ કરવાની પરવાનગી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે તેમાં કોઇપણ પ્રકારની બાયોમેટ્રિક ગતિવિધિઓ સામેલ નહી હોય. 

TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!


અધિકારીએ જણાવ્યું હતું કે આ સેવાઓ ગ્રામીણ અને એવા લોકો માટે મદદગાર સાબિત થઇ શકે છે, જે ઓનલાઇન વ્યવસ્થાથી માહિતગાર નથી. આ કેંદ્વોને મદદના બદલામાં સામાન્ય ચાર્જ લેવાની પણ પરવાનગી આપવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ મોટાભાગની સેવાઓને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા માટે યૂઆઇડીએઆઇના પ્રસ્તાવ સંબંધી સંકળાયેલી છે. સરકારે આ પહેલાં સીએસસીને કહ્યું હતું કે સેવાઓ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપવાની અપીલ પર વિચાર કરવામાં આવશે.