આધાર કાર્ડ થઇ જશે બેકાર! 1 જૂનથી મોદી સરકાર લાવી રહી છે નવું વર્ચુઅલ ID`
આધાર ડેટા લીક થવાના સમાચાર વચ્ચે ભારતીય અનન્ય ઓળખ અધિકાર (UIDAI)એ તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યૂઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હવે ઘણી સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર આપવો નહી પડે.
નવી દિલ્હી: આધાર ડેટા લીક થવાના સમાચાર વચ્ચે ભારતીય અનન્ય ઓળખ અધિકાર (UIDAI)એ તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યૂઆઇડીએઆઇએ વર્ચુઅલ આઇડીની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હવે ઘણી સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર આપવો નહી પડે. આધારના દુરઉપયોગના સમાચારો આવ્યા બાદ સરકારે પણ આધાર વર્ચુઅલ આઇડીના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. આ બધુ આધારની સેફ્ટીને મજબૂત બનાવવા માટે છે. પરંતુ, શું તમને ખબર છે કે આધાર વર્ચુઅલ આઇડી શું હોય છે? તેનો ફાયદો શું હશે. સામાન્ય જનતા તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશે અને કેવી રીતે નવું આઇડી જનરેટ કરી શકશે. આ તમામ પ્રશ્નોના જવાબ અમે તમને જણાવીશું. સૌથી પહેલાં તે જાણવું જરૂરી છે કે આ આધારથી કેવી રીતે અલગ હશે.
શું હોય છે VID?
આધાર વર્ચુઅલ આઇડી એક પ્રકારનો ટેંપરરી નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે. જો તેને આધારનો ક્લોન કહેવામાં આવે તો ખોટું નથી. તેમાં કેટલી માહિતી હશે. UIDAI યૂજર્સને દરેક આધારનો એક વર્ચુઅલ આઇડી તૈયાર કરવાની તક આપશે. જો કોઇને ક્યાંય પોતાના આધારની માહિતી આપવી છે તો તે 12 આંકડાના આધારની જગ્યાએ 16 આંકડાનો વર્ચુઅલ આડી આપી શકે છે. વર્ચુઅલ આડી જનરેલ કરવાની સુવિધા 1 જૂનથી અનિવાર્ય થઇ જશે.
ક્યાંથી જનરેટ કરી શકો છો VID?
આધાર વર્ચુઅલ આઇડીને UIDAI ના પોર્ટલ પરથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજીટલ આઇડી હશે. આધાર હોલ્ડર તેને ઘણી વખત જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફક્ત એક દિવસ માટે માન્ય હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર તેને વર્ચુઅલ આધાર આડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAI ની વેબસાઇટ પરથી જનરેટ કરી શકાય છે.
આ રીતે જનરેટ કરો પોતાની VID
- VID જનરેટ કરવા માટે UIDAI ના હોમપેજ પર જાવ.
- હવે પોતાનો આધાર નંબર નાખો. ત્યારબાદ સિક્યોરિટી કોડ નાખો અને SEND OTP પર ક્લિક કરો.
- જે મોબાઇલ નંબરથી તમારું આધાર રજિસ્ટર્ડ હશે, તે નંબર પર OTP મોકલવામાં આવશે.
- OTP નાખ્યા બાદ તમને નવી VID જનરેટ કરવાનું ઓપ્શન મળી જશે.
- જ્યારે આ જનરેટ થઇ જશે તો તમારા મોઇબાઇલ નંબર પર તમારું વર્ચુઅલ આડી મોકલી દેવામાં આવશે. એટલે કે 16 આંકડાનો નંબર આવી જશે.
વર્ચુઅલ આઇડીથી શું થશે?
- આ તમને ચકાસણી સમયે આધાર નંબરને શેર ન કરવાનો વિકલ્પ આપશે.
- વર્ચુઅલ આઇડી સાથે નામ, સરનામું અને ફોટોગ્રાફ જેવી ઘણી વસ્તુઓનું વેરિફિકેશન થઇ શકશે.
- કોઇપણ યૂજર જેટલીવાર ઇચ્છે એટલીવાર વર્ચુઅલ આડી જનરેટ કરી શકશે.
- જૂનું આઇડી આપમેળે રદ થઇ જશે.
- UIDAIના અનુસાર અધિકૃત એજંસીઓને આધાર કાર્ડ હોલ્ડર દ્વારા વર્ચુઅલ આઇડી જનરેટ કરવાની પરવાનગી આપવામાં નહી આવે.