`બેકાર` બન્યા આવા Aadhaar કાર્ડ, હવે નહી લાગે કામ, UIDAI એ જાહેર કરી ચેતવણી
આધાર કાર્ડને લઇને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આધાર જાહેર કરનાર ઓથોરિટી UIDAI એ એક ચેતાવણી જાહેર કરી છે. UIDAI એ ગ્રાહકોના લેમિનેટ આધાર અથવા પછી પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને અમાન્ય ગણાવ્યા છે. UIDAI એ ટ્વિટ કરીને ચેતાવણી જાહેર કરી છે કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC વેલિટ નથી. UIDAI નું કહેવું છે કે તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો આ કાર્ડ `બેકાર` થઇ જશે.
નવી દિલ્હી: આધાર કાર્ડને લઇને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આધાર જાહેર કરનાર ઓથોરિટી UIDAI એ એક ચેતાવણી જાહેર કરી છે. UIDAI એ ગ્રાહકોના લેમિનેટ આધાર અથવા પછી પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને અમાન્ય ગણાવ્યા છે. UIDAI એ ટ્વિટ કરીને ચેતાવણી જાહેર કરી છે કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC વેલિટ નથી. UIDAI નું કહેવું છે કે તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો આ કાર્ડ 'બેકાર' થઇ જશે.
Oppo F11 Proની એવેન્જર એન્ડ ગેમ એડિશન ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત
કેમ બંધ કરવામાં આવ્યા આધાર કાર્ડ?
UIDAI એ થોડા સમય પહેલાં ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું હતું કે જો તમે પણ તમારા આધાર (Aadhaar) કાર્ડ પર પ્લાસ્ટિકનું લેમિનેશન કર્યું છે અથવા તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો આ કાર્ડ કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે પ્લાસ્ટિક આધારની અનઓથોરાઇઝ્ડ પ્રિન્ટિંગના લીધે QR કોડ ડિસ્ફંક્શનલ થઇ જાય છે. સાથે જ તેનાથી અંગત જાણકારી ચોરી થવાનો ખતરો છે. તમારી પર્સનલ ડિટેલ્સને તમારી પરવાનગી વિના શેર કરવામાં આવી શકે છે.
ચૂકવવા પડે છે વધુ પૈસા
UIDAI નું કહેવું છે કે પ્લાસ્ટિક અથવા PVC શીટ પર આધારની પ્રિન્ટિંગ માટે 50 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધી વસૂલવામાં આવે છે, જે બિનજરૂરી છે. UIDAI એ લોકોને આ પ્રકારની દુકાનો અથવા લોકોથી બચવાની અને તેમના સકંજામાં ન આવવાની સલાહ આપી છે. સત્તાધીશોએ કહ્યું કે આ પ્લાસ્ટિક અથવા પીવીસી આધાર સ્માર્ટ કાર્ડ સામાન્ય રીતે ક્યૂઆર કોડના રૂપમાં ઉપયોગ કરી ન શકાય.
Xiaomi એ લોન્ચ કરી હવે ઇલેટ્રિક સાઇકલ, ફૂલ ચાર્જમાં દોડશે 120 KM, આટલી છે કિંમત
આ આધાર પણ માન્ય
UIDAI એ પોતાના નિવેદનમાં આ વાત પર પણ ભાર મુક્યો છે કે ઓરિજનલ આધાર એક સાધારણ પેપર પર ડાઉનલોડ કરેલું આધાર અને એમઆધાર સંપૂર્ણપણે વેલિડ છે. તેના માટે તમારે સ્માર્ટ આધારના ચક્કરમાં પડવાની જરૂર નથી. તમારે કલર્ડ પ્રિન્ટ આધારની પણ જરૂર નથી. સાથે જ તમારે અલગથી આધાર કાર્ડનું લેમિનેશન અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂર નથી. જો તમારું આધાર ખોવાઇ ગયું છે તો તમે તેને મફતમાં https://eaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.
પ્લાસ્ટિક કાર્ડનો કોઇ કોન્સેપ્ટ નથી
યૂઆઇડીએઆઇએ કહ્યું કે 'સ્માર્ટ અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડનો કોઇ કોન્સેપ્ટ જ નથી. એટલું જ નહી લોકોને સૂચના સલાહ આપતાં કહ્યું કે કોઇ ગેરકાયદેસર વ્યક્તિ પાસે આધાર નંબર શેર કરવો જોઇએ નહી. યૂઆઇડીએઆઇએ આધાર કાર્ડની ડિટેલ સંકળાયેલી અનિકૃત એજન્સીઓને પણ ચેતાવણી આપતાં કહ્યું કે આધાર કાર્ડની જાણકારી પ્રાપ્ત કરવા અથવા પછી તેનું અનધિકૃત પ્રિન્ટિંગ કરવું દંડનીય ગુનો છે. આમ કરવું કાયદા અનુસાર જેલ થઇ શકે છે.