નવી દિલ્હી: Elon Musk Net worth: યુક્રેનને લઈને પૂર્વ યુરોપમાં ચાલી રહેલા સંકટની અસર હવે ચારે બાજુ જોવા મળી રહી છે. શેરબજારથી લઈને ક્રૂડ સુધીની હાલત ખરાબ જોવા મળી રહી છે. ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઈશારો કરતી આ સ્થિતિ વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડાનું કારણ બની રહી છે. ભારતીય માર્કેટમાં 2,800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, રશિયન માર્કેટ પણ 50% ડાઉન હતું. એવામાં આવતીકાલે દલાલ સ્ટ્રીટ પર 'બ્લેક ફ્રાઈડે'નો સંકેત દેખાઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરબજારોને મોટો ફટકો!
રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધની ઘોષણા બાદ રશિયા દ્વારા યુક્રેન પર હુમલા શરૂ થઈ ગયા છે. આ યુદ્ધની અસર ગુરુવારે વૈશ્વિક બજારની સાથે-સાથે ભારતીય શેરબજારો પર પણ જોવા મળી છે. રશિયન શેરબજાર પણ આમાંથી બાકાત નથી. ભારતમાં જ્યાં BSE સેન્સેક્સ 2,800 પોઈન્ટ સુધી ગગડ્યો હતો, ત્યાં મોસ્કો એક્સચેન્જ પર રશિયન શેરો 50 ટકાથી વધુ તૂટ્યા હતા. એટલું જ નહીં, યુક્રેન સંકટ વચ્ચે રશિયાના મોસ્કો એક્સચેન્જ પર લગભગ બે કલાક માટે ટ્રેડિંગ પણ સ્થગિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે બપોરે 12.30 વાગ્યે (ભારતીય સમય મુજબ) ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે રશિયન શેર 50 ટકાથી વધુ તૂટ્યા.


રશિયન બજાર પણ ઉંધા માથે પટકાયું
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને યુક્રેન સામે "ખાસ લશ્કરી કાર્યવાહી" ની જાહેરાત કર્યા પછી એક્સચેન્જે પણ વેપાર સ્થગિત કર્યો હતો. ત્યારબાદ બપોરે 2 વાગ્યા સુધી RTS ઇન્ડેક્સ 50.05 ટકા ઘટીને 612.69-લેવલ પર અને MOEX બ્રોડ માર્કેટ 44.59 ટકા ઘટીને 1,226.65 પર આવી ગયો. એક્સચેન્જનો વોલેટિલિટી ઇન્ડેક્સ 35.10 ટકા સુધી વધ્યો હતો. આ સાથે જ, યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 109 પૈસા ઘટીને 75.70 (ટેન્ટેટિવ) પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ દરમિયાન, યુએસ ડોલર સામે રૂબલ 7.5% ઘટીને 87 ના સ્તરે પહોંચ્યો હતો.


ભારતીય બજાર પણ તૂટ્યું
યુક્રેન વિવાદ વચ્ચે ભારતીય બજારમાં પણ પતન જોવા મળ્યું. ગુરુવારે, BSE સેન્સેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યો હતો અને ટ્રેડિંગ દરમિયાન લગભગ 2,800 પોઈન્ટ્સ તૂટ્યો હતો. તો બીજી તરફ બજાર બંધ થાય ત્યાં સુધી તે 2702 પર હતો એટલે કે 4.72% ઘટાડા પર હતું. તો બીજી તરફ NSE નો નિફ્ટી પણ 815.30 પોઈન્ટ અથવા 4.78% ના ઘટાડા સાથે 16,247 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. સાત દિવસ પર નજર કરીએ તો સ્થાનિક શેરબજાર સતત સાતમા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube