રોકાણ કરવા માટે થઈ જાવ તૈયાર, એલઆઈસી પહેલાં આવશે આ કંપનીનો આઈપીઓ
સપ્ટેમ્બર 2021માં ઉમા એક્સપોર્ટ્સે સેબીની પાસે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા. કંપની આ આઈપીઓના માધ્યમથી 60 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે.
નવી દિલ્હીઃ એલઆઈસીના પ્રારંભીક લોક પ્રસ્તાવ (આઈપીઓ) ને ટાળવાની આશંકાઓ વચ્ચે ઉમા એક્સપોર્ટ્સ લિમિટેડનો આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યો છે. આ આઈપીઓ રોકાણકારો માટે 28 માર્ચે ખુલશે. તો છેલ્લી તારીખ 30 માર્ચ છે. મતલબ કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં કંપનીનો આઈપીઓ બંધ થઈ જશે. તો કંપની 7 એપ્રિલે લિસ્ટેડ થવાની યોજના બનાવી રહી છે.
સપ્ટેમ્બર 2021માં ઉમા એક્સપોર્ટ્સે સેબીની પાસે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા. કંપની આ આઈપીઓના માધ્યમથી 60 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. તેમાંથી 50 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ જરૂરીયાતોને પૂરી કરશે. માર્ચ 2021 સુધી, વર્કિંગ કેપિટલ સુવિધાઓ માટે કુલ મંજૂરી મર્દાયા 85 કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચોઃ Note પર કેમ છાપવામાં આવે છે આડી લાઈન? જાણો શું છે તેનો અર્થ અને કેમ છે જરૂરી
મહત્વનું છે કે કંપની કૃષિ ઉત્પાદકો અને ખાંડ, મસાલા જેમ કે લાલ મરચુ, હળદર, ધાણા, જીરૂ, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચાર, દાળના વેપાર અને વિતરણમાં લાગી છે. મુખ્ય રૂપથી કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાં કંપની દાળ, બીન્સ, કાળા અળદની દાળ અને તુવેરની દાળની આયાત કરે છે. તો શ્રીલંકા, યૂએઈ, અફઘાનિસ્તાનને ખાંડ અને બાંગ્લાદેશને મકાઈની નિકાસ કરે છે.
ઉમા એક્સપોર્ટસ ઓસ્ટ્રેલિયામાં એક પૂર્ણ માલિકીવાળી સહાયક કંપનીના માધ્યમથી એક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે જે તેને સીધા અન્ય વૈશ્વિક સ્થાનો પર વસ્તુઓ મોકલવાની મંજૂરી આપશે. ફર્મે પોતાના ડ્રાફ્ટ પેપરમાં કહ્યું કે આ પગલાથી કંપનીને માલ સપ્લાય અને આયાત ચાર્જ પર ખર્ચ બચાવવામાં મદદ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube