Zomato Everyday: જે લોકો પોતાના ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા હોય અથવા તો નોકરી કરતા હોય તો તેમની સૌથી મોટી ફરિયાદ હોય છે ભોજનને લઈને. રેસ્ટોરન્ટમાં પણ ઘર જેવું ભોજન મળતું નથી. ભોજનને લઈને ઘરથી દુર રહેતા લોકોને મોટાભાગે ફરિયાદ હોય છે. ઘરથી દૂર રહેતા લોકોને ખરાબ ભોજનથી છુટકારો મળે તે માટે zomato દ્વારા એક ઓફરની જાહેરાત કરવામાં આવી છે. ઝોમેટોએ ઘોષણા કરી છે કે તે ટૂંક સમયમાં જ રીયલ હોમ સેફ દ્વારા બનાવવામાં આવેલું શુદ્ધ ભોજન લોકો સુધી પહોંચાડશે. આ ઓફરની ખાસ વાત એ છે કે ઘર જેવું ભોજન લોકોને 100 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે અને તે પણ દસ મિનિટમાં જ ભોજનની ડિલિવરી કરી દેવામાં આવશે. આ ઓફરને zomato everyday નામ આપવામાં આવ્યું છે. હાલ આ ઓફર ગુડગાંવ માટે ઉપલબ્ધ છે જેની કિંમત 89 રૂપિયાથી પણ ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :


Freeમાં જોઈ શકો છો Netflix પર વેબ સીરીઝ અને ફિલ્મ, બસ કરવું પડશે આ કામ


iPhone યૂઝર્સને મોટો ઝટકો લાગશે જ્યારે આ વાતની ખબર પડશે....


RailYatri યૂઝર્સ કૃપયા ધ્યાન દે, Online Bookingમાં હેકર્સ આ રીતે કરે છે છેતરપિંડી



Zomato દ્વારા એક બ્લોગ શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, અમારા ફૂડ પાર્ટનર હોમ સેફ સાથે કરે છે જે દરેક વાનગીને પ્રેમથી બનાવે છે. તેથી તમારા સુધી મિનિટોમાં જ ઓછી કિંમતમાં હોમ સ્ટાઇલ ટેસ્ટી ફૂડ પહોંચાડી શકાય. Zomato થી આ ફૂડને ઓર્ડર કરવું ખૂબ જ સરળ છે તેમાં ભોજનને કસ્ટમાઇઝ કરો અને મીનીટોમાં જ તમારા ઘરના દરવાજે ગરમ અને સ્વાદિષ્ટ ભોજન પહોંચી જશે.


Zomato ની આ ઓફર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જે પોતાના ઘરથી દૂર રહે છે અને રોજ હોટલમાં બનેલું ખાઈને કંટાળી ગયા છે. તેમને ઓછી કિંમતમાં ઘરે બનેલું ભોજન પીરસી શકાશે. તેના માટે zomato ના ફૂટ પાર્ટનર સાથે કોલીબેશન કરશે અને લોકોને ઓછી કિંમતે ઘરે બનેલું ભોજન ખાવા મળશે. 


આ સ્ટેપ્સને ફોલો કરીને ઓર્ડર કરો 89 રૂપિયામાં ભોજન


- સૌથી પહેલા સ્માર્ટફોનમાં zomato એપ ડાઉનલોડ કરો.


- એપ ખોલો અને મેનુ બ્રાઉઝ કરી એક્સપ્લોર સેક્શનમાં જાવ


- તેમાં એવરીડે ટેબ કરો અને તેમાં આપેલા વિકલ્પોમાંથી પસંદગી કરો.


- તમારા ભોજન ને કસ્ટમાઇઝ કરો.


ત્યાર પછી લગભગ 89 રૂપિયામાં તમારા ઘરે ભોજન મળી જશે. જોકે તેમાં ડીલેવરી ચાર્જિસનો સમાવેશ કરવામાં આવ્યો નથી.