વોશિંગટન: અમેરિકામાં બેરોજગારી દર બીજા વિશ્વ યુદ્ધથી પણ ભાયનક સ્તર પર પહોંચી ગઈ છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણે આ હાલ જોવા મળી રહ્યાં છે. અમેરિકાની કેન્દ્રીય બેંકે તેમના નાણાકીય નીતિ અહેવાલને કોંગ્રેસમાં રજૂ કરતા આ વાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- SBI માં ઓનલાઇન ખોલી શકશો ખાતું, બેંક જવાની નહી પડે જરૂર


ફેબ્રુઆરીથી ગુમાવી 2 કરોડ લોકોએ નોકરી
ફેડએ કહ્યું કે, ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધીમાં કંપનીઓ અમેરિકામાં 2 કરોડ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. તેના કારણે છેલ્લા 10 વર્ષમાં નોકરીઓમાં થયેલો વધારો તે સૌથી પાછળ ગયો છે. એપ્રિલના મહિનામાં બેરોજગારી દર 14.7 ટકા હતો, જે મે મહિનામાં થોડો ડાઉન થતા 13.3 ટકા પર આવી ગયો છે.


આ પણ વાંચો:- સાતમા દિવસે સતત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, દિલ્હીમાં કિંમત 75ને પાર


ડોનાલ્ડ ટ્રંપ માટે મુશ્કેલીભર્યો સમય
ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમી પોવેલે કહ્યું કે, લાખો લોકો અમેરિકામાં સ્થાઈ રીતે બેરોજગાર થઈ શકે છે. એવામાં અમેરિકાની અર્થવ્યવસ્થાને હાલ ટ્રંપ પ્રશાસનથી આર્થિક સહાયતા જોઈએ છે. ફેડે રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે સૌથી ઓછું નોકરીનું નુકસાન ઓછી આવક ધરાવતા અને સામાજિક-આર્થિક જૂથો દ્વારા કરવામાં આવ્યું છે, જે ઓછા પગારવાળી નોકરીઓની વચ્ચે “અસન્માનજનક” છે.


શ્રમ વિભાગે ગુરૂવારના રિપોર્ટમાં કહ્યું કે છેલ્લા અઠવાડીયે અમેરિકામાં શરૂઆતના બેરોજગારોની સંખ્યા 1.54 મિલિયન હતી, તેને ફરી શરૂ કરવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.


આ પણ વાંચો:- કોરોના મહામારી વચ્ચે ખુશખબર, આ મામલે ભારતને પહેલીવાર મળી સફળતા


4.4 કરોડ લોકો બેરોજગાર થયાનો દાવો
છેલ્લા 12 અઠવાડીયામાં 4.4 કરોડથી વધારે લોકો બેરોજગાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેમ કે, કોવિડ-19 પ્રેરિત મંદીએ અમેરિકાના શ્રમ બજારના માધ્યમથી સંકેત મોકલ્યા છે, જેના ફેલાવો આર્થિક ઘટાડાને દર્શાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube