Dry Shampoo Brands Recalled:  શું તમે પણ શેમ્પુનો ઉપયોગ કરો છો? પર્સનલ હાઈજીન અંગે ડ્રાય શેમ્પુ એક નવી અવધારણા છે. ઓછા સમયમાં વાળને સ્વચ્છ કરવા માટે ડ્રાય શેમ્પુ કારગર હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન તે પોતાની તરફ ખેંચે છે પરંતુ હવે જો તમે પણ ડ્રાય શેમ્પુના શોખીન હોવ તો તમારા માટે એક માઠા સમાચાર આવ્યા છે. હાલમાં જ વૈશ્વિક એફએમસીજી દિગ્ગજ યુનિલીવર પીએલસીએ કેટલાક લોકપ્રિય બ્રાન્ડના ડ્રાય શેમ્પુને બજારમાંથી પાછા મંગાવ્યા છે. તેનું કારણ એ છે કે તેમાં બેન્ઝીન(Benzene) સંબંધિત કન્ટેમિનેશન હતું. અત્રે જણાવવાનું કે બેન્ઝીન કેન્સરનું કારણ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બ્રાન્ડ્સ પાછી ખેંચાઈ
અત્રે જણાવવાનું કે યુનિલીવરે જે બ્રાન્ડના ડ્રાય શેમ્પુને પાછા ખેંચ્યા છે તેમાં ડવ અને ટ્રેસ્સેમેના ડ્રાય શેમ્પુ સામેલ છે. આ ઉપરાંત અન્ય જે બ્રાન્ડ્સના ડ્રાય શેમ્પુને પાછા ખેંચાયા છે તેમાં નેક્સસ, સુવે અને ટિગીના પણ નામ છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી નોટિસ મુજબ તે રોકહોલિક(Rockaholic) અને બેડ હેડ ડ્રાય શેમ્પુ (Bed Head dry shampoo) 


એક વર્ષ પહેલા બનેલા પ્રોડક્ટ પાછા ખેંચાયા
રિપોર્ટ મુજબ ઓક્ટોબર 2021 અગાઉ નિર્મિત પ્રોડક્ટ મુખ્ય રીતે પાછા ખેંચાયા છે. પરંતુ આ કદમના પગલે પર્સનલ હાઈજીન પ્રોડક્ટ્સમાં એરોસોલ (Aerosol)ની સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube