નવી દિલ્હી : યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેંકે પોતાની 100મી એનિવર્સરીના અવસર પર એક એવું કાર્ડ લોન્ચ કર્યું છે, જેમાં ડેબિટ અને ક્રેડિટ બંનેની સુવિધા ગ્રાહકોને એકસાથે મળશે. રસપ્રદ બાબત એ છે કે, આ કાર્ડ વીઝા કે માસ્ટર કાર્ડન નહિ, પરંતુ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. યુનિયના આ કોમ્બો કાર્ડ ધારકોને મફતમાં 24 લાર રૂપિયાનો અકસ્માત વીમો પણ મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમ્બો કાર્ડની ખાસિયત
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના કોમ્બો કોર્ડના બે વેરિયન્ટ્સ છે. રુપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ અને રુપે સેલેક્ટ ડેબિટ કાર્ડ. આ બંને કાર્ડસ માટે બે અલગ પીન જનરેટ કરવાના હશે. જ્યારે તમે કોઈ ખરીદી કરો છો, તો તમારી પાસે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંનેથી પેમેન્ટ કરવાનું ઓપ્શન હશે. તમે જેમાંથી ઈચ્છો તેમાંથી પેમેન્ટ કરી શકો છો.


ડેબિટ કાર્ડથી લિમિટ વધુ હશે
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના આ કોમ્બો કાર્ડના ડેબિટ કાર્ડથી રૂપિયા નીકાળવા કે ખર્ચ કરવાની ડેઈલી લિમિટ 1 લાખ રૂપિયા છે. ક્રેડિટ કાર્ડથી તમે એટલા જ રૂપિયા ખર્ચ કરી શકો છો, જેટલી લિમિટ બેંકે તમારા માટે નક્કી કરી છે.


ફ્રીમાં મળશે એક્સીડેન્ટલ ઈન્સ્યોરન્સ
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના જે ગ્રાહકોને આ કોમ્બો કાર્ડ મળશે, તેમને મફતમાં 24 લાખ રૂપિયાનું એક્સિડેન્શિયલ ઈન્સ્યોરન્સ એટલે કે અકસ્માત વીમા પણ સાથે મળશે. આ વીમા માટે ગ્રાહકોને કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાની જરૂર નહિ પડે.


આ પહેલા ઈન્ડસઈન્ડ બેંકે લોન્ચ કર્યું હતું કોમ્બો કાર્ડ
ઉલ્લેખનીય છે કે, દેશમાં પહેલીવાર IndusInd Bankએ કોમ્બો કાર્ડ લોન્ચ કર્યું હતું. જેનો એક હિસ્સો ડેબિટ કાર્ડની જેમ કામ કરે છે, અને બીજો હિસ્સો ક્રેડિટ કાર્ડની જેમ. બેંકે આ કાર્ડને IndusInd Bank Duo Card નામ આપ્યું હતું.