7th Pay Commission: મોદી સરકારે સરકારી કર્મચરીઓ અને પેન્શનરોને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં વધારા પર મહોર લાગી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે હવે મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થું વધારવા પર લાગી મહોર
બુધવાર 18 ઓક્ટોબર 2023ના કેબિનેટની બેઠક થઈ જેમાં મોંઘવારી ભથ્થું વધારવા પર મહોર લાગી છે. શક્યતા છે કે ઓક્ટોબર મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થાની સાથે કર્મચારીઓને એરિયર પણ મળશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધી એટલે કે ત્રણ મબિનાનું એરિયર પણ ઓક્ટોબરના પગાર સાથે કર્મચારીઓને આપવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ 19 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો IPO,રતન ટાટાએ પણ કર્યું રોકાણ, જાણો GMP


દિવાળી પહેલા નવરાત્રિ પર મળી ભેટ
15 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ચુક્યો છે. 24 ઓક્ટોબરે દશેરા છે. ત્યારબાદ નવેમ્બરમાં દિવાળી છે. તેવામાં તહેવારોની સીઝન દરમિયાન મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને લાભ થશે. 


મોંઘવારીથી મળશે રાહત
મોંઘવારી ભથ્થું વધારવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી રાહત મળશે. હાલના દિવસોમાં ખાદ્ય મોંઘવારીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટી 5.02 ટકા પર આવી ગય છે, જે ઓગસ્ટમાં 6.83 ટકા રહ્યો હતો. આ પહેલા જુલાઈ 2023માં રિટેલ ફુગાવો 7.44 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર ઘટી 6.56 ટકા પર આવી ગયો, જે ઓક્ટોબરમાં 9.94 ટકા રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube