નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઇ. ખેડૂત આંદોલન વચ્ચે બુધવારે આ બેઠકમાં ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં એક શેરડીના ખેડૂતો સાથે જોડાયેલો છે. આ નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં વિજળી વ્યવસ્થાને સુધારવા અને સ્પેક્ટ્રમને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio: 100 રૂપિયાની અંદર મળનાર બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ, જુઓ આ યાદી


શેરડીના ખેડૂતોને મળશે 18 હજાર કરોડ રૂપિયા
શેરડીના ખેડૂતોને લાભ આપવા માટે તમને 18 હજાર કરોડ આપવામાં આવશે. તેનાથી પાંચ કરોડ ખેડૂતો અને 5 લાખ મજૂરોને ફાયદો થશે. એક અઠવાડિયાની અંદર જ 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી ખેડૂતોને મળશે. 60 લાખ ટન ખાંડને 6 હજાર રૂપિયા પ્રતિ ટન અનુસાર નિર્યાત કરવામાં આવશે. 

Coronavirus: કોરોના વેક્સીન લગાવ્યા પછી થઇ શકે છે આ 5 સાઇડ ઇફેક્ટ, ડોક્ટર્સ કરી રહ્યા છે એલર્ટ


વધારવામાં આવશે ખાંડનું ઉત્પાદન
આ ઉપરાંત ખાંડના ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 310 લાખ ટન ખાંડના ઉત્પાદનનો ટાર્ગેટ રાખ્યો છે. અત્યારે દેશમાં લગભગ 260 લાખ ટન ખાંડની ખપત છે. શેરડીના ખેડૂતોને રાહત આપવાનું સરકારનું આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે. જ્યારે પંજાબ, હરિયાણા અને પશ્વિમી ઉત્તર પ્રદેશના ખેડૂત સંગઠન દિલ્હીની સીમાઓ પર કૃષિ કાયદા (Farm Laws)ને પરત લેવાની માંગ પર આંદોલન (Farmers Protest) કરી રહ્યા છે. 

તમારી સેક્સ લાઇફને વધુ રંગીન બનાવવાનો આ ડુંગળી છે એકમાત્ર ઉપાય


ગત વર્ષે 2019-20માં સરકારે 10,448 રૂપિયા પ્રતિ ટનનો એક હપ્તો નિર્યાત સબસિડી આપવામાં આવી હતી. તેનાથી સરકારી ખજાના પર 6,268 કરોડ રૂપિયાનો બોજો પડ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારે ગત વર્ષના મુકાબલે ઓછી નિર્યાત સબસિડીનો પ્રસ્તાવ કર્યો હતો. 


પૂર્વોત્તરમાં સુધરશે વિજળી
પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં વિજળી વ્યવસ્થાને સુધારવા માટે નવા બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલાં તેના પર 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાનો હતો, પરંતુ હવે 6700 કરોડનો ખર્ચ થશે. પ્રકાશ જાવડેકરના અનુસાર, તેના દ્વારા ટ્રાંસમિશન લાઇવને વધારવામાં આવશે, 24 કલાક વિજળીના ટાર્ગેટને પુરો કરવામાં આવશે. 


કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સરકર તરફથી સ્પેક્ટ્રમની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ પહેલાં 2016માં આવી હરાજી થઇ હતી. આ ઉપરાંત સરકારે ટેલીકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube