કાર-બાઈકર્સ માટે સૌથી મોટા ખુશખબર! કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણમાં ઝડપી પ્રગતિ લાવવા માટે ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલની કિંમતમાં ઘટાડો કરાશે. એટલે કે સામાન્ય લોકોને આનો ફાયદો થશે. આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઈ જશે.
Nitin Gadkari on Electric Vehical: દેશમાં મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડીને મોટી રાહત આપી છે. ત્યારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પણ પાછા પડે તેમ નથી. નીતિન ગડકરીએ કાર-બાઈક ચલાવનાર લોકો માટે એક મોટી જાહેરાત કરીને ખુશખુશાલ કર્યા છે. કેન્દ્રિય રોડ પરિવહન અને રાજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલના વાહન બરાબર થઈ જશે. આ અહેવાલ કાર અને બાઈક ચલાવનાર લોકોને ઠંડક અપાવે તેવા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણમાં ઝડપી પ્રગતિ લાવવા માટે ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલની કિંમતમાં ઘટાડો કરાશે. એટલે કે સામાન્ય લોકોને આનો ફાયદો થશે. આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એક ક્રાંતિ લાવી શકે છે.
પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે સારા સમાચાર, શરૂ થવા જઈ રહી છે આ જબરદસ્ત સુવિધાઓ
પ્રદૂષણનું સ્તર થશે ઓછું
નીતિન ગડકરીએ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય 2022-23 માટે અનુદાનની માગણીઓ પર લોકસભામાં જવાબ આપતાં જણાવ્યું હતું કે આપણે બધાએ પ્રભાવશાળી સ્વદેશી ઇંધણ તરફ આગળ વધવાની જરૂર છે, ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. આનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે. પ્રદૂષણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો પડકાર છે.
કેન્દ્રીય મંત્રીએ કર્યો આ આગ્રહ
તેની સાથે જ કેન્દ્રિય મંત્રી ગડકરીએ સાંસદોને પણ હાઈડ્રોજન ટેક્નોલોજી અપનાવવા આગ્રહ કર્યો છે. તેમણે સાંસદોને પોત-પોતાના વિસ્તારમાં ગટરના પાણીને ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવાની પહેલ કરવા વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તું ઇંધણ વિકલ્પ બનશે.
નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, લિથિયમ-આયન બેટરીની કિંમતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. અમે ઝિંક-આયન, એલ્યૂમીનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીને વિકસિત કરી રહ્યા છીએ. સૌથી વધુ બે વર્ષમાં ઈલેક્ટ્રિક કાર, ઓટો રિક્ષાની કીંમત પેટ્રોલથી ચાલનાર સ્કૂટર, કાર, ઓટોરિક્ષાના બરાબર થશે.
જાણો ખર્ચમાં કેટલો ફરક પડશે
કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે, 'આનો ફાયદો એ થશે કે જો તમે આજે પેટ્રોલ પર 100 રૂપિયા ખર્ચી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં આ ખર્ચ ઘટીને 10 રૂપિયા થઈ જશે.' નોંધનીય છે કે થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ કાર લોન્ચ કરી હતી. વાસ્તવમાં નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારની કિંમત પ્રતિ કિમી રૂ. 1 કરતા ઓછી હશે, જ્યારે પેટ્રોલ કારની કિંમત પ્રતિ કિમી રૂ. 5-7 હશે. હવે ત્યાં કંપની નિર્માતા ઇલેક્ટ્રિક વાહનો પર પણ કામ કરી રહી છે. ટોયોટા કિર્લોસ્કર મોટરની FCEV ટોયોટા મિરાઈ કાર આ પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube