IPO ખુલતા પહેલાં 138 રૂપિયા પ્રીમિયમ પર પહોંચી ગયો ભાવ, આ કંપની રોકાણકારોને કરાવી શકે છે મોટી કમાણી
Uniparts india ipo: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનો આઈપીઓ આ સપ્તાહે લોન્ચ થવાનો છે. આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.
નવી દિલ્હીઃ Uniparts india ipo: યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ આ સપ્તાહે લોન્ચ થવાનો છે. 835.61 કરોડ રૂપિયાનો આ ઈશ્યૂ 30 નવેમ્બર 2022ના બોલી લગાવવા માટે ખુલશે અને 2 ડિસેમ્બર 2022 સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. આ પબ્લિક ઓફરની પ્રાઇઝ બેન્ડ 548 રૂપિયાથી 577 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.
શું ચાલી રહ્યો છે GMP?
આ વચ્ચે આગામી સપ્તાહે સબ્સક્રિપ્શન ખુલતા પહેલા કંપનીના શેર ગ્રે માર્કેટમાં કારોબાર માટે ઉપલબ્ધ છે. બજાર જાણકારો અનુસાર યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિમિટેડના શેર શનિવારે ગ્રે માર્કેટમાં 138 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા.
આ પણ વાંચોઃ શું 4500 રૂપિયા આપતાં કેન્દ્ર સરકાર આપી રહી છે 10 લાખની લોન? ફટાફટ જાણો સ્કીમ
ipo સાથે જોડાયેલી જરૂરા વાતો....
GMP: કંપનીના શેર આજે ગ્રે માર્કેટમાં 138ના પ્રીમિયમ પર છે.
IPO Price: ઈશ્યૂની પ્રાઇઝ બેન્ડ 548થી 577 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.
IPO Subscripation Date: આઈપીઓ રોકાણ માટે 30 નવેમ્બર 2022ના ખુલશે અને તે 2 ડિસેમ્બર 2022 સુધી ખુલ્લો રહેશે.
IPO Size: કંપની આઈપીઓ દ્વારા 835.61 કરોડ રૂપિયા ભેગા કરશે.
IPO Allotment date: શેરનું એલોટમેન્ટ 7 ડિસેમ્બરે થઈ શકે છે.
IPO Registrar: લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને યુનિપાર્ટ્સ ઈન્ડિયા આઈપીઓ માટે સત્તાવાર રજીસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યા છે.
IPO Listing: આ આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થઈ શકે છે.
IPO Listing date: યુનિપાર્ટ્સ ઈન્ડિયા શેર લિસ્ટિંગની સંભવિત તારીખ 12 ડિસેમ્બર 2022 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube