Government Employees Promotion: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે સરકારી કર્મચારીઓને સરળતાથી પ્રમોશન મળશે. જોકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્મચારીઓના હિતમાં મોટા નિર્ણય લેતાં નક્કી કર્યું છે કે સરકારી વિભાગોમાં 5 વર્ષે પ્રમોશન આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત સરકાર પણ સરકારી કર્મચારીઓને માટે મોટી જાહેરાત કરી છે. જેના અંતગર્ત રાજ્ય કર્મચારીઓ પર કોઇ આરોપ સાબિત થયો છે અથવા જેમને કોઇ કેસમાં સજા મળી છે, તેના નિયમ પણ બદલાઇ જશે. તેના અંતગર્ત કોઇના પર મોટો દંડ છે તો તેને 3 વર્ષ જ્યારે કોઇ નાનો દંડ છે તો તેને 1 વર્ષનું પ્રમોશન આપવામાં નહી આવે. રાજ્ય સરકારે કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખતાં હેલ્થ કાર્ડ પણ ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે જેના દ્રારા કર્મચારીઓની સારવાર પણ ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. 


સરકારે ઇંક્રીમેન્ટના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. સરકારે કહ્યું કે જો કોઇ કર્મચારીને સજા થઇ છે તો આદેશ પસાર કર્યા બાદ પગાર વધારા માટે પહેલાં ત્રણ વર્ષ અલગ રાખવામાં આવશે. જ્યાં સુધી દંડમાં ઉલ્લખિત અવધિ સમાપ્ત થતી નથી, ત્યાં સુધી કાર્મિકને પ્રમોટ કરવામાં આવશે. જ્યારે કર્મચારીની સજાની અવધિ સમાપ્ત થઇ જશે ત્યારે તેને પ્રમોટ કરવામાં આવશે.  

CRPF Recruitment 2022: ગ્રેજ્યુએટ યુવાનો પાસે પેરામિલિટ્રી ફોર્સમાં ઓફિસર બનવાની સોનેરી તક, આ રીતે કરો એપ્લાય


સરકારે તેના માટે આદેશ જાહેર કર્યો છે. જોકે સરકારી કર્મચારીઓને પ્રમોશનને લઇને મોટાભાગે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં કહ્યું હતું કે હવે 10 વર્ષના બદલે દર 5 વર્ષે એન્ટ્રી પર પ્રમોશન આપવામાં આવશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube