IPO: માત્ર ₹14,147 લગાવી કમાણીની તક, કાલે ખુલશે આ હેલ્થકેર કંપનીનો આઈપીઓ, જાણો GMP
Blue Jet Healthcare IPO: જો તમે પણ દિવાળી પહેલા કોઈ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો કાલથી હેલ્થકેર કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. આ કંપનીનું નામ બ્લુ જેટ હેલ્થકેર (blue jet healthcare ipo)છે.
IPO News: પ્રાઇમરી માર્કેટમાં એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છો. જો તમે પણ દિવાળી પહેલા કોઈ આઈપીઓમાં પૈસા લગાવી કમાણી કરવાનું વિચારી રહ્યાં છો તો આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરે એક હેલ્થકેર કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. આ કંપનીનું નામ બ્લુ જેટ હેલ્થકેર (blue jet healthcare ipo)છે. આ કંપનીનો આઈપીઓ 25 ઓક્ટોબરે ઓપન થશે.
આવો ચેક કરીએ આઈપીઓની ડિટેલ્સ
>> IPO ક્યારે ખુલશે - 25 ઓક્ટોબર 2023
>> IPO ક્યારે બંધ થશે - 27 ઓક્ટોબર 2023
>> ન્યૂનતમ રોકાણ - રૂ. 14,147
>> પ્રાઇસ બેન્ડ - રૂ. 329-346
>> લોટ સાઈઝ - 43 શેર
>> ઈશ્યુનું સાઇઝ – 840.27 કરોડ
>> એલોટમેન્ટ ક્યારે થઈ શકે છે - 1 નવેમ્બર
>>શેરનું લિસ્ટિંગ - 6 નવેમ્બર
આ પણ વાંચોઃ 300000% તોફાની તેજી, 13 પૈસાથી 400 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર
શેર બજારની ગ્રે માર્કેટમાં સ્થિતિ
આ આઈપીઓ ગ્રે માર્કેટમાં 90 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે કંપનીના શેર વધારા સાથે લિસ્ટ થઈ શકે છે. આશા છે કે કંપનીનો શેર ઈશ્યૂ પ્રાઇઝથી 26 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.
એન્કર ઈન્વેસ્ટરો પાસેથી ભેગા કર્યાં 252 કરોડ રૂપિયા
કંપનીએ આઈપીઓ ઓપન થતાં પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 252 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. બ્લુ જેટ હેલ્થકેર પ્રમાણે આ ઈશ્યૂ ઓફર ફોર સેલ પર બેસ્ડ છે. કંપની 2.42 કરોડ શેર ઓફર ફોર સેલ દ્વારા જારી કરવામાં આવશે. આઈપીઓ સંપૂર્ણ રીતે ઓએફએસ પર આધારિત હોવાને કારણે તેનાથી મળેલા પૈસા સીધા શેર વેચનાર શેરધારકો પાસે જશે. કંપનીએ 346 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે 72.85 લાખ ઈક્વિટી શેર ફાળવ્યા છે.
આ પણ વાંચોઃ 150 વાર રિજેક્ટ થયો આઈડિયા, છતાં પણ ન સ્વીકારી હાર, આજે 64,000 કરોડની કંપની
એન્કર ઈન્વેસ્ટરોમાં કોણ સામેલ?
એન્કર ઈન્વેસ્ટરોમાં ICICI પ્રૂડેન્શિયલ ફંડ, નિપ્પોન લાઇફ ઈન્ડિયા, આદિત્ય બિરલા સન લાઇફ ઈન્શ્યોરન્સ, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, HSBC ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ, HDFC MF,એડલવાઇઝ ટ્રસ્ટીશિપ અને BNP પરિબાસ સામેલ છે.
શું છે કંપનીનો કારોબાર?
બ્લુ જેટ હેલ્થકેર કંપનીની સ્થાપના વર્ષ 1968માં થઈ હતી. આ મુંબઈની કંપની છે. કંપની ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઈન્ગ્રેડિયન્ટના કારોબારમાં છે. આ સમયે કંપની 39 દેશોમાં પોતાની સુવિધાઓ આપી રહી છે. છેલ્લા પાંચ દાયકામાં કંપનીએ 100થી વધુ પ્રોડક્ટ ડેપલોપ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube