ઓપન થતાં પહેલા 109% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પૈસા ડબલ થવાના સંકેત, કાલથી લગાવી શકશો દાવ
Upcoming IPO: જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. આવતીકાલે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધૂમ મચાવી રહ્યાં છે.
Upcoming IPO: જો તમે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આવતીકાલથી એક એવો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે, જે ગ્રે માર્કેટમાં અત્યારથી 109% પ્રીમિયમ પર પહોંચી ગયો છે. અમે વાત કરી રહ્યાં છીએ- ડિફેન્સ સોલ્યૂશન પ્રોવાઇડર સી2સી એડવાન્સ સિસ્ટમ્સ (C2C Advanced Systems IPO)ના આઈપીઓની. કંપનીએ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 214-226 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ શુક્રવાર 22 નવેમ્બરે ઓપન થઈ 26 નવેમ્બરે બંધ થશે. કંપનીની યોજના 99 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે.
શું ચાલી રહ્યો છે GMP?
Investorgain.com પ્રમાણે સી2સી એડવાન્સ સિસ્ટમ્સના શેર ગ્રે માર્કેટમાં 245 રૂપિયા પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 471 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 109% નો નફો થઈ શકે છે. આઈપીઓ બાદ કંપનીના શેર એનએસઈ પ્લેટફોર્મ ઇમર્જ પર લિસ્ટ થશે. લિસ્ટિંગની સંભવિત તારીખ 29 નવેમ્બર છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં લાગેલા ગંભીર આરોપ પર અદાણીનું મોટું નિવેદન- 'ફેંસલો કોર્ટમાં થશે'
શું છે વિગત
આ આઈપીઓ સંપૂર્ણ 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 43.83 લાખ નવા શેર પર આધારિત છે. સી2સી એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડના ચેરપર્સન તથા મેનેજિંગ ડિરેક્ટર લક્ષ્મી ચંદ્રાએ કહ્યું- આ ભંડોળ અમારી કાર્યકારી મૂડીને મજબૂત બનાવશે, અમારા વ્યૂહાત્મક ધ્યેયોને પૂર્ણ કરવા માટે નાણાકીય શક્તિ પ્રદાન કરશે. "C2C એડવાન્સ સિસ્ટમ્સ સંરક્ષણ, આંતરિક સુરક્ષા અને એરોસ્પેસ ક્ષેત્રો માટે જટિલ સિસ્ટમોના વિકાસમાં નિષ્ણાત છે.",