Upcoming IPOs: પાઇપ બનાવનારી કંપની એઆઈકે પાઇપ્સ એન્ડ પોલીમર્સ (AIK Pipes and Polymers)એ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)માટે 89 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ નક્કી કરી છે. કંપનીએ કહ્યું આઈપીઓ 26 ડિસેમ્બરે ખુલશે અને 28 ડિસેમ્બરે બંધ થશે. આ ઈશ્યૂમાં 16.88 લાખ નવા શેર જારી કરવામાં આવશે. આ ઈશ્યૂથી કંપનીને 15.02 કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. જયપુર સ્થિત એઆઈકે પાઇપ્સ (AIK Pipes)એ કહ્યું કે ઈશ્યૂ બાદ તેના શેર બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ (BSE-SME Platform)પર લિસ્ટ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોટ સાઇઝ
કંપની પ્રમાણે અરજી માટે લોટ સાઇઝ 1600 શેર છે અને ત્યારબાદ 1600ના ઇક્વિટી શેરના મલ્ટીપલમાં છે. ઈશ્યૂથી મળેલી રકમનો ઉપયોગ કેપિટલ એક્સપેન્ડિચર, વર્કિંગ કેપિટલની જરૂરીયાત પૂરી કરવા અને જનરલ કોર્પોરેટ ખર્ચ કરવા માટે કરવામાં આવશે. એક લોટ માટે ઈન્વેસ્ટરોએ 1,42,400 રૂપિયા લગાવવા પડશે. 


આ પણ વાંચોઃ મોંઘુ થયું સોનું, ચાંદીની ચમક પણ વધી, જાણો સપ્તાહમાં કેવી રહી સોની બજારની ચાલ


કંપનીનો બિઝનેસ
એઆઈકે પાઇપ્સ એન્ડ પોલિમર (AIK Pipes and Polymers)જળ વિતરણ, ગેસ ટ્રાન્સમિશન, સીવરેજ સિસ્ટમ અને ટેલીકોમ સેક્ટર્સ માટે એમડીપીઈ (મીડિયમ ડેન્સિટી પોલીથીન) પાઇસ અને પીપીઆર (પોલીપ્રોપાઇલીન રેન્ડમ) પાઇપની અગ્રણી નિર્માતા છે. શ્રેની શેયર્સ લિમિટેડ આ ઈશ્યૂનો બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે સ્કાઈલાઈન ફાઈનાન્શિયલ સર્વિસ આઈપીઓ માટે રજીસ્ટ્રાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube