Upcoming IPOs: આઈપીઓ બજારમાં તેજી બનેલી છે. એક બાદ એક કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે. આ સપ્તાહે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (Emcure Pharmaceuticals) અને બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝ (Bansal Wire Industries) નો ઈનિશિયલ પબ્લિક ઓફર આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (Emcure Pharmaceuticals)નો આઈપીઓ 3 જુલાઈએ ખુલશે. આ આઈપીઓ દ્વારા કંપની આશરે 1952 કરોડ રૂપિયા ભેગા કરશે. આ આઈપીઓ ફ્રેશ ઈશ્યૂ અને ઓફર ફોર સેલનું મિશ્રણ હશે. આ આઈપીઓમાં 800 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યૂ અને 1152 કરોડ રૂપિયાનો ઓએફએસ હશે.


એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનો આઈપીઓ 3થી લઈને 5 જુલાઈ સુધી રિટેલ ઈન્વેસ્ટરો માટે ખુલશે. તેની પ્રાઇઝ બેન્ડ 960 રૂપિયાથી લઈને 1008 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. તેની લોટ સાઇઝ 14 શેરની છે. શેરનું લિસ્ટિંગ 10 જુલાઈએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર થઈ શકે છે. 


એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ, શાર્ટ ટેન્કમાં જજ રહી ચૂકેલા નમિતા થાપર સાથે જોડાયેલી કંપની છે. કંપનીને1 981માં સ્થાપિત કરવામાં આવી હતી. કંપની ફાર્મા સેક્ટરમાં કાર્ય કરે છે. 


આ પણ વાંચોઃ આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, જાણો રેકોર્ડ ડેટ


Bansal Wire IPO
બંસલ વાયરસ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 3થી લઈને 5 જુલાઈ વચ્ચે ખુલશે. આ આઈપીઓની ઈશ્યૂ સાઇઝ 745 કરોડ રૂપિયા હશે. આ આઈપીઓ ફ્રેશ ઈશ્યૂ છે. તેમાં 2.91 કરોડ શેરનું વેચાણ કરવામાં આવશે. તેની લોટ સાઇઝ 58 શેરની રાખવામાં આવી છે. શેરનું લિસ્ટિંગ 10 જુલાઈએ થઈ શકે છે. 


બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝ એક સ્ટેનલેસ સ્ટીલ કંપની છે. તેની સ્થાપના 1985માં થઈ હતી. કંપની હાઈ કાર્બન સ્ટીલ વાયર, લો કાર્બન સ્ટીલ વાયર અને સ્ટેનલેસ સ્ટીલ વાયર સેગમેન્ટમાં કાર્ય કરે છે. કંપની આશરે 3000 અલગ-અલગ પ્રકારના સ્ટીલ વાયર બનાવે છે. નાણાકીય વર્ષ 2023-2024માં કંપનીની આવક 2470 કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન કંપનીને 78.80 કરોડ રૂપિયાનો નફો થયો હતો.


આ બે કંપનીઓનું લિસ્ટિંગ
મેનબોર્ડ કેટેગરીમાં એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ અને વ્રજ આયરન એન્ડ સ્ટીલ લિમિટેડના આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે બીએસઈ અને એનએસઈ પર થશે.