EPFO Fund Transfer: જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ જાણકારી તમને હોવી ખુબ જરૂરી, નહીં જાણો તો પસ્તાશો
આ નવી સુવિધાના પગલે ફંડથી પૈસા કાઢવા કે ટ્રાન્સફર કરવા વધુ સરળ બન્યું છે. જો તમે પણ તમારા PF ખાતામાં Date of Exit અપડેટ કરવા માંગતા હોવ તો તેની પ્રક્રિયા ખુબ સરળ છે. તે તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.
નવી દિલ્હી EPFO Fund Transfer: મોટાભાગે જોવા મળતું હોય છે કે અનેકવાર નોકરીઓ બદલવાની લ્હાયમાં આપણે આપણા PF એકાઉન્ટને ટ્રાન્સફર કરવાનું ભૂલી જઈએ છીએ. તેમાં કેટલીય વાર એવું થાય છે કે આપણી જૂની કંપની EPFO સિસ્ટમમાં નોકરી છોડવાની તારીખ નાખવાનું જ ભૂલી જાય છે. જેના કારણે પાછળથી કર્મચારીને PF બેલેન્સ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO) એ પોતાના સભ્યો માટે આ સમસ્યા પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.
પહેલા ફક્ત કંપની જ તારીખ અપડેટ કરી શકતી હતી
પહેલા ફક્ત એમ્પલોયર પાસે જ કર્મચારીના કંપની જોઈન કરવાની (Date of Joining) અને છોડવાની તારીખ (Date of Exit) નાખવાના કે અપડેટ કરવાના અધિકાર હતા. કોઈ કારણસર એમ્પલોયર તરફથી કર્મચારીની આ બંને તારીખો અપડેટ ન થવાના કારણે EPF (Employee Provident Fund) થી ફંડ કાઢવું કે ટ્રાન્સફર કરવું મુશ્કેલ બની જતું હતું.
હવે કર્મચારી પોતે પણ તારીખ અપડેટ કરી શકે છે
હવે EPFO પોતાના સભ્યોને એવી સુવિધા આપે છે કે તે નોકરી છોડવાની તારીખ EPFO સિસ્ટમમાં જાતે અપડેટ કરી શકે છે. હવે તેણે કંપની પર નિર્ભર રહેવું પડશે નહીં. આ નવી સુવિધાના પગલે ફંડથી પૈસા કાઢવા કે ટ્રાન્સફર કરવા વધુ સરળ બન્યું છે. જો તમે પણ તમારા PF ખાતામાં Date of Exit અપડેટ કરવા માંગતા હોવ તો તેની પ્રક્રિયા ખુબ સરળ છે. તે તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો.
EPFO માં આ રીતે અપડેટ કરો Date of Exit
1. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.
2. UAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગઈન કરો.
3. એક નવું પેજ ખુલશે, સૌથી ઉપર 'Manage' પર ક્લિક કરો.
4. ત્યારબાદ Mark Exit પર ક્લિક કરો.
5. ડ્રોપડાઉનમાં તમને Select Employment જોવા મળશે. જેમાં જૂનો PF એકાઉન્ટ નંબર પસંદ કરો જે તમારા UAN સાથે લિંક છે.
6. તમને તે એકાઉન્ટ અને નોકરી સંલગ્ન માહિતી જોવા મળશે.
7. તેમાં નોકરી છોડવાની તારીખ અને કારણ નાખો. નોકરી છોડવાના કારણમાં રિટાયરમેન્ટ, શોર્ટ સર્વિસ જેવા વિકલ્પ હશે.
8. ત્યારબાદ ‘Request OTP’ પર ક્લિક કરો.
9. ઓટીપી નાખીને ચેક બોક્સને ક્લિક કરો.
10. Update અને ત્યારબાદ OK પર ક્લિક કરો. બસ તમારું કામ પતી ગયું.
Corona: ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર
2 મહિના બાદ થાય છે અપડેટ
આ અપડેટ કરતી વખતે ખુબ જ સાવધાની વર્તવાની જરૂર છે. કારણ કે એકવાર તમે જે તારીખ નાખી દીધી તે ત્યારબાદ એડિટ થઈ શકતી નથી. જો તમે થોડા દિવસ પહેલા જ નોકરી છોડી છે તો એક્ઝિટ ડેટ નોંધાવવા માટે તમારે 2 મહિનાની રાહ જોવી પડશે. કારણ કે તે PF માં એમ્પલોયરના છેલ્લા યોગદાનના 2 મહિના બાદ જ અપડેટ થઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube