મુંબઇ: વિદેશી રોકાણકાર અને ક્રુડ ઓઇલની કિંમતમાં નરમાઇ આવવાને કારણે ગુરુવારે આંતરબેકિંગ મુદ્રા બજારમાં શરૂઆતના વ્યાપારમાં રૂપિયો 24 પૈસા મજબૂત થઇને 72.07 રૂપિયા પ્રતિ ડોલર થઇ ગયો હતો. શરૂઆતના આંકડાઓ અનુસાર, વિદેશી પોર્ટપોલિયો રોકાણકારોને બુઘવારે 277.38 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. ડીલરોનું કહેવું છે, કે રોકાણકારના ડોલર વેચાણની વધવા અને અન્ય મહત્વના ચલણની તુલનામાં ડોલર નરમ પડવાથી પણ રૂપિયમાં મજબૂતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સમાં પણ 67.09 અંકનો આવ્યો ઉછાળો 
શેર બજાર વધારા સાથે ખુલવાથી પણ રૂપિયો મજબૂત થયો છે. સેન્સેક્સ ગુરુવારે શરીઆતના વ્યાપારમાં 67.09 અંક એટલે કે 0.19 ટકા મજબૂત થઇને 35,209.08 અંક પર રહ્યો હતો. મહત્લનું છે, કે રૂપિયો સતત ત્રણ દિવસોથી મજબૂત થઇ રહ્યો છે. આ પહેલા બુધવારે રૂપિયો 36 પૈસાનો વધારા સાથે 72.31 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.


વધુ વાંચો...નારાયણ મૂર્તિએ PM મોદીના કર્યા વખાણ, કહ્યું 2019માં ફરી પ્રધાનમંત્રી બને નરેન્દ્ર મોદી


ક્રુડ ઓઇલમાં નરમી અને રૂપિયામાં મજબૂતને કારણે દેશમાં દરેક માણસને ફાયદો જોવા મળે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરવામાં બે દિવસ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આશરે દોઢ મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. જેથી સામાન્ય માણસોને ફાયદો થઇ રહ્યો છે.