UPI Fraud Prevention Tips: ભારતમાં ગત કેટલાક વર્ષોમાં યૂપીઆઇનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આજકાલ લોકો કેશ ટ્રાંજેક્શનના બદલે યૂપીઆઇ એટલે યૂનિફાઇડ પેમેંટ્સ ઇન્ટરફેસ દ્રારા પેમેંટ કરવાનું પસંદ કરે છે. તેનું સૌથી મોટી કારણ એ છે કે હવે લોકોને કેશ રાખખી અથવા ખોવાઇ જવાનો ડર ચે અને એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા એકદમ સરળતાથી ટ્રાંસફર થઇ જાય છે. ભારત સરકાર ગત કેટલાક સમયથી ડિજિટલાઇજેશન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. એવામાં લોકોની નિર્ભરતા ડિજિટલ પેમેંટ સિસ્ટમ જેમ કે નેટ બેકીંગ, યૂપીઆઇ પેમેંટ સિસ્ટમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ખૂબ વધી ગઇ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ પેમેંટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના અનુસાર જૂન મહિનામાં દેશભરમાં યૂપીઆઇ આધારિત પેમેંટ જૂન 2022 માં 10,14,384 કરોડ રૂપિયા રહ્યું છે. સતત યૂપીઆઇ યૂઝ કરનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. યૂપીઆઇ યૂઝર્સની વધતી જતી સંખ્યા સાથે જ ફ્રોડના કેસમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. એવામાં દેશના મોટા પ્રાઇવેટ સેક્ટરના બેંક આઇસીઆઇસીઆઇ બેંકે પોતાના ગ્રાહકોને યૂપીઆઇ ફ્રોડથી બચવાની ટિપ્સ આપી છે. 

ITR Filing After Death: મૃત્યુ પછી પણ IT રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે! જાણો શું છે નિયમ અને રીત


ICICI બેંકએ ટ્વીટ કરી આપી ચેતાવણી
ICICI બેંકએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ વિશે ટ્વીટ કરી જાણકારી આપી કે જોકે અજકાલ લોકો ડિજિટલ પેમેન્ટએ આપણી જીંદગી ખૂબ સરળ બનાવી દીધી છે, પરંતુ આપણને સાઇબર અપરાધીઓથી પણ સુરક્ષિત રહેવાની જરૂર છે. આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે QR કોડની સ્કેનિંગ પૈસા આપવા માટે કરવામાં આવે છે ના લેવા માટે. 

બ્રાની નીચે આવી પેન્ટી પહેરી રણબીર કપૂરને ચોંટી પડી આ અભિનેત્રી, આલિયાના ઉડી ગયા હોશ


QR કોડ ફ્રોડથી આ રીતે રહો સુરક્ષિત
ICICI બેંકે ગ્રાહકોને જણાવ્યું છે કે ઘણીવાર સાઇબર અપરાધી પોતાની ગ્રાહકોને અલગ-અલગ પ્રકારના ક્યૂઆર કોડ મોકલે છે. આ કોડૅને સ્કેન કરીને તે ગ્રાહકોના એકાઉન્ટમાં પૈસા આવવાની વાત કરે છે. ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ તમારા ખાતાની અંગત જાણકારી ચોરી થઇ જાય છે. આ સાથે જ તમને પિન એન્ટર કરવા માટે કહેવામાં આવે છે અને તમારા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે. ધ્યાન રાખો કે પૈસા પ્રાપ્ત કરવા માટે તમને કોઇ પ્રકારની સ્કેનિંગની જરૂર નથી. આ સાથે જ પોતાની અંગત જાણકારી કોઇપણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો. કોઇપણ ક્યૂઆર કોડને સમજ્યા વિચાર્યા વિના શેર ન કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube