નવી દિલ્હી: ફૂડ સબસિડીના મુદ્દે અમેરિકાએ ભારત પર ફરી એકવાર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તે જરૂર કરતા વધુ ખાદ્ય સબસિડી આપી રહ્યો છે જે વિશ્વ વ્યાપાર નીતિને બરબાદ કરી નાખશે. અમેરિકાએ કહ્યું કે તે અન્ય દેશોને ભારતની ફૂડ સબસિડીનો વિરોધ કરવા માટે કહેશે. અમેરિકાએ કહ્યું કે ભારત ઘઉં, અને ચોખાનું ઉત્પાદન કરનારા ખેડૂતોને મોટા પ્રમાણમાં સબસિડી આપી રહ્યો છે. જેના લીધી આ પાકના ઉત્પાદનમાં લાગેલા અન્ય દેશોએ ચિંતા કરવાની જરૂર છે. આ મામલે અમેરિકાએ મે 2018માં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં ભારતને સબસિડી આપવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તે સમયે ભારત તરફથી અમેરિકાના વિરોધને પડકાર આપવાની વાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે WTOની નીતિ
WTOના હાલના નિયમ પ્રમાણે વિકાસશીલ દેશો પોતાના કુલ કૃષિ ઉત્પાદનના 10 ટકા સુધી જ ખાદ્ય સબસિડી તરીકે ઉપલબ્ધ કરાવી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત Deferment provision પર રાજી થઈ શકે છે. જેનાથી તે ખાદ્ય સબસિડી મર્યાદાના ભંગના દંડથી બચી જશે. તેનાથી સરકારને એમએસપી પર ખાદ્યાન્નની ખરીદની મંજૂરી મળી જસે અને તે તેને સાર્વજનિક વિતરણ પ્રણાલી દ્વારા છૂટછાટના દર પર વેચી શકશે. આ Deferment provision બધા ખાદ્યાન્નો પર લાગુ રહેશે. 


અમેરિકા પોતાના ઉત્પાદનો વેચવાના ચક્કરમાં
આ બાજુ અમેરિકા અને યુરોપીય સંઘે એવી વ્યવસ્થા બનાવી છે કે તે વિકાસશીલ દેશોમાં ખેડૂતોને અપાતી સબસિડી કાં તો ઓછી કરાવે અને કાં તો ખતમ કરાવી દે. જેથી કરીને પોતાના ઉત્પાદનો દુનિયાના તમામ દેશોના બજારોમાં પહોંચાડી શકે.