ક્યુબેક સિટી : અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સામાન્ પર ભારે ટેક્સ લાદવા બદલ ભારત સરકારને આકરી ચેતવણી આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં એવી નીતિ ઘડી રહ્યા છે જેમાં અમેરિકન્સને પ્રાધાન્ય મળે અને સામા પક્ષે એવા પગલાં લઈ રહ્યા છે જેના કારણે બીજા દેશો સાથેના અમેરિકાના વેપારને પ્રોત્સાહન અને વેગ મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે G7 સમિટ પહેલાં સંબોધેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે “ભારતમાં અમેરિકાના કેટલાક સામાન પર 100 ટકા ટેક્સ લગાવવામાં આવે છે અને અમેરિકા કંઈ જ ચાર્જ નથી કરતું. અમે આ મામલે ઘણા બધા દેશો સાથે વાત કરી રહ્યા છીએ અને આ અટકવું જોઈએ. જો આવું નહીં થાય તો અમે તેમની સાથે બિઝનેસ કરવાનું બંધ કરી દઇશું.” 


હવે 6 બેંકો નહીં આપી શકે લોન, જો...


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં હાર્લી ડેવિડસન બાઇક પર લગાવામાં આવી રહેલા ટેક્સથી ઘણા નારાજ છે. ટ્રમ્પના મતે ભારતમાં હાર્લી ડેવિડસન બાઇક નિકાસ કરવાથી અમેરિકાને કોઇ ફાયદો થઇ રહ્યો નથી. આપને જણાવી દઇએ કે પહેલાં એન્જિનના પાવરના આધાર પર હાર્લી ડેવિડસન બાઇક પર 60 થી 75 ટકા સુધી ડ્યુટી થતી હતી જે હવે ઘટાડીને 50 ટકા કરી દેવાઇ છે. તેમ છતાંય રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ નિર્ણયથી ખુશ નથી. આ મામલે પણ ટ્ર્મ્પે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. 


બિઝનેસ વર્લ્ડની અપડેટ જાણવા કરો ક્લિક...