Utkarsh Small Finance Bank IPO: ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજે ઓપન થઈ ગયો છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડનો આઈપીઓ પ્રથમ દિવસે અત્યાર સુધી 1.02 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 23થી 25 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 મિનિટમાં ભરાઈ ગયો રિટેલ ભાગ
રિટેલ ઈન્વેસ્ટરોનો સબ્સક્રિપ્શનના પ્રથમ દિવસે ઈશ્યૂ પર જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો છે. ઈશ્યૂ લોન્ચની 30 મિનિટની અંદર રિટેલ ભાગ સંપૂર્ણ રીતે સબ્સક્રાઇબ થઈ ગયો હતો. એટલું જ નહીં બિન-સંસ્થાકિય ઈન્વેસ્ટર અને કર્મચારીઓએ પણ આઈપીઓની ઓફરમાં જોરદાર રિસ્પોન્સ આપ્યો છે. 


આ પણ વાંચોઃ સોનામાં અચાનક આગ ઝરતી તેજી, જાણો કેમ વધી રહ્યા છે સોનાના ભાવ અને લેટેસ્ટ રેટ


કંપની વિશે
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક ટોપ સ્મોલ ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશનમાંથી એક છે. બેન્કને ઉત્કર્ષ કોરઇન્વેસ્ટ લિમિટેડ દ્વારા પ્રમોટેડ કરવામાં આવી છે, જેણે નાણાકીય વર્ષ 2010માં એક એનબીએફસીના રૂપમાં કામ કરવાનું શરૂ કર્યું અને મુખ્ય રૂપથી ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાં ઓછા સેવા ક્ષેત્રોમાં નાની લોન આપવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) અનુસાર ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ સંપૂર્ણ રીતે 500 કરોડ રૂપિયા સુધીના ઈક્વિટી શેરનો એક ફ્રેશ ઈશ્યૂ છે, જેમાં વેચાણ માટે કોઈ ઓએફએસ નથી. પ્રત્યેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. તેમાં એક લોટમાં 600 શેર છે. 


24 જુલાઈએ થશે લિસ્ટિંગ
શેરનું એલોટમેન્ટ બુધવાર 19 જુલાઈએ થશે અને કંપની ગુરૂવાર 20 જુલાઈએ રિફંડ શરૂ કરશે. જ્યારે શેર શુક્રવાર 21 જુલાઈએ ડિમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ સોમવાર, 24 જુલાઈએ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે. આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ છે, જયારે ઈશ્યૂની રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજી લિમિટેડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube